ETV Bharat / state

ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી - જે પી નડ્ડાએ પાઠવી ઓણમની શુભેચ્છાઓ

ભારતની દક્ષિણે આવેલા રાજ્ય કેરળમાં ચોમાસા દરમિયાન ઓણમના તહેવારની ઉજવણી થાય છે. ઓણમ કેરળના મલયાલમ ભાષાના લોકોનો ઉત્સવ છે, જે તેમના નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી

author img

By

Published : Aug 31, 2020, 3:14 PM IST

કેરળ: ચોમાસા દરમિયાન સમગ્ર ભારતમાં ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે. તેમાં પણ ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિ સાથે જોડાયેલા તહેવારો હોય જ તે સ્વાભાવિક છે. ઉત્તર ભારત જેવી રીતે ઘઉં, બાજરી, જુવાર જેવા પાકોના ઉત્પાદન માટે જાણીતું છે. તેવી જ રીતે દક્ષિણ ભારત ચોખાના ઉત્પાદન માટે જાણીતું છે.

ઓણમ ઉત્સવની શુભકામનાઓ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી
ભારતમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. ચોમાસાની સીઝનમાં જ ડાંગરનો પાક સારો પાકે છે. આ પાકની લણણી કેરળમાં જે દિવસે કરવામાં આવે છે, તે દિવસને ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. ઓણમ કેરળના મલયાલમ ભાષાના લોકોનો ઉત્સવ છે, જે તેમના નવા વર્ષ તરીકે ઉજવાય છે.
ઓણમ ઉત્સવની શુભકામનાઓ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી
ઓણમ સાથે એવી દંતકથા જોડાયેલી છે કે, રાજા મહાબલિ જે વિષ્ણુભક્ત પ્રહલાદના પૌત્ર હતા. તેમણે ભગવાન વિષ્ણુને ત્રણ પગલામાં પોતાનું સર્વસ્વ આપી દીધું હતું . જો કે તેમનું શાસન ખૂબ સુખમય હતું. જ્યારે ભગવાન વિષ્ણુએ તેમને પાતાળમાં મોકલ્યા ત્યારે બલિરાજાએ ભગવાન પાસેથી વર્ષમાં એક દિવસ પોતાની જનતાને મળવાની પરવાનગી માગતુ વચન લીધું હતું. આમ, ઓણમના દિવસે તેઓ પોતાની જનતાને મળવા આવતા હોવાનું માનવામાં આવે છે.
ઓણમ ઉત્સવની શુભકામનાઓ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી
દક્ષિણ ભારતમાં ઓણમના ખેડૂતો પાકની લણણી કરે છે. આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે. વિવિધ પ્રકારની રમતો રમાય છે. કેરળની જાણીતી હોડીની સ્પર્ધા તેમજ પરંપરાગત નૃત્યો કથકલી અને મોહિનીઅટ્ટમને લોકો માણે છે.
નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી

દક્ષિણ ભારતના આ મહત્વના તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીય જનતા પાર્ટીએ નાગરિકોને ઓણમ ઉત્સવની શુભકામનાઓ પાઠવી

વીડિયો સૌજન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર હેન્ડલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.