આ પ્રસંગે જ્યોતિષાચાર્ય હેમીલ લાઠીયાએ જણાવ્યું હતું કે, હોલિકા દહન બાદ અને હોળાષ્ટક પૂર્ણ થયા બાદ કોઈ પણ કાર્ય કરવામાં માટે શુભ મુહૂર્તોની શરૂઆત થાય છે. સ્થાન, ફેરબદલી, વસ્તુ અંગેના કોઈ નિર્ણયો લેવાના હોઈ, કોઈ પણ ધાર્મિક, સામાજિક, માંગલિક કાર્ય કરવાનું હોઈ, સગાઇ નક્કી કરવાનું હોયકે છોકરા છોકરીનીમુલાકાત કરવાની હોયજેવા કર્યો માટે હોળાષ્ટક બાદ શુભ મુહૂર્ત મનાય છે.
ફાગણ વદ ચૌદશ અને ફાગણ વદ અમાસ શુક્રવાર અને શનિવારના દિવસે ફાગણ માસમાંશુભ મનાય છે. ફાગણ વદ એકમથી ફાગણ વદ બારસ સુધીના દિવસો નવા કાર્યના શરૂઆત માટે અને કોઈ પણ કાર્યની શરૂઆત માટે અત્યંત શુભ મનાય છે.