અમદાવાદ સરકાર તરફથી જુદા-જુદા વાહન ચાલકોને જુદા-જુદા RTO નંબરની પ્લેટ (bike number plates)ફાળવવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક ઈસમો જાણી જોઈને પોતીના વાહનો ઉપર લગાવવામાં આવેલ નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા હોય છે. જેથી કરીને વાહનનો નંબર કે, સીરીજ ન દેખાય તેમજ આ ખામીયુક્ત નંબર પ્લેટના કારણે CCTV ફૂટેજમાં પોતાના વાહનનો નંબર ન દેખાય તથા ઈ-મેમોના દંડની રકમ ન ભરવી પડે તે માટે પોતાના વાહનની આગળ-પાછળની નંબર પ્લેટો વાળી નાખીને અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ આવા વાહન ચાલકો ફરતા હોય છે. તેથી આવા વાહન ચાલકોને શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે સૂચના આપી હતી.
છાણ લગાવેલું સૂચના પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શહેરના શાહીબાગ બીટ વિસ્તારમાં શનિદેવ મંદિર સામે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મુકેશ અમૃત રબારી નામનો વ્યક્તિ મોટર સાયકલ પર શનિદેવ મંદિર તરફથી નાગપાલના દવાખાના તરફ આવી રહ્યો હતો અને તેની બાઈકના નંબર પ્લેટના આગળના ભાગે છાણ લગાવેલું હતું.
નંબર ન વંચાય તે રીતે વાળી પોલીસ કોન્સ્ટેબલે તેને રોક્યો અને બાઈક સાઈડમાં કરાવી અને જોયું તો પાછળની નંબર પ્લેટ પણ નંબર ન વંચાય તે રીતે વાળી દીધી હતી. બાઈકને બારીકાઈથી જોતા નંબર જાણવા મળ્યું હતું. તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ માંગ્યુ પરંતુ તેમણે જણાવ્યું કે, તેની પાસે લાયસન્સ નથી અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવા બાબતે પૂછપરછ કરતા પણ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. આરોપીએ મોટર સાયકલની આગળની નંબર પ્લેટ ઉપર છાણ લગાવ્યું. તથા પાછળની નંબર પ્લેટની સીરીઝ તથા નંબર ન દેખાય તે રીતે જાણીજોઈને વાળી ખામીયુક્ત કરી હતી.
મેમો ન આવે તેથી ઈ-ચલણનો મેમો ન આવે તથા દંડ ન ભરવો પડે. આમ સરકાર સાથે છેતરપિંડી કરી હોવાથી ઈસમ વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ કલમ 420 તથા એમ.વી.એક્ટ કલમ 177, 181, 196 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.