અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી, બીસીસીઆઇ, શિક્ષણ મંત્રાલય અને યુનિસેફ દ્વારા ક્રિઓ ફોર ગુડ નામની ઓનલાઇન લાઇફ સ્કિલ મોડ્યૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, યુનિસ્કો ઇન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેકકાર્ફી સહિત એક હજાર સરકારી શાળાના બાળકો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ બાળકોને નેતૃત્વ અને ધ્યેય નિર્ધારણ માટે પ્રેર્યા હતાં.
ક્રિઓ ફોર ગુડ લાઈફ સ્કીલ ઓનલાઇન પ્લેટફોર્મને છોકરીઓ માટે નવી ઓળખ સર્જવાની તક છે. દેશના યુવાનોના સર્વાગી વિકાસ માટે વિવિધ મિશનો અને કાર્યક્રમો આરંભાયાં હતા. આજે મોદી સરકાર મહિલા વિકાસ માટે કટિબદ્ધ છે. શિક્ષણ અને મહિલા સમાનતાને મહત્વની છે...કુબેર ડીડોર (શિક્ષણપ્રધાન)
ક્રિઓ થકી યુવતીઓ જીવન કૌશલ્ય પાઠ શીખશે : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેન્દ્રીયપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષણ નીતિ 2020નો હેતુ મહિલા સમાનતા આધારિત છે કહી નરેન્દ્ર મોદી સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ ઝૂંબેશની સફળતાને રજૂ કરી હતી. દેશમાં ક્રિકેટની લોકપ્રિયતાને આધારે ક્રિઓ ફોર ગુડ લાઈફ સ્કિલ એપ્લિકેશન છોકરીઓમાં સમાનતા અને નેતૃત્વ અંગે જાગૃતિ લાવશે.
બીસીસીઆઈ ઇક્વિટી પે દ્વારા દાખલો બેસાડ્યો : ભારતના શિક્ષણ મંત્રાલય, યુનેસ્કો, આઇસીસી અને બીસીસીઆઇએ બાળકોમાં લૈંગિક ભેદભાવ ઓછા થાય અને છોકરા-છોકરીઓ વચ્ચે સમાનતા સ્થપાય એવા ઉમદા હેતુથી ક્રિઓ ફોર ગુડ નામની ઓનલાઇન લાઈફ સ્કિલ એપ્લિકેશનનો આરંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યો છે. સ્ટેડિયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણ વિભાગની શાળાના આશરે એક હજાર વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે આ નવી પહેલને અપનાવી હતી. આ પ્રસંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે આ પ્રસંગને ભારતના બાળકોમાં સમાનતા અને સશક્ત ભાવિ માટેની પહેલ તરીકે ઓળખાવ્યો હતો. બીસીસીઆઈએ પુરુષ મહિલા ક્રિકેટરોને ઇક્વિટી પે આપી વિશ્વમાં દાખલો બેસાડ્યો છે.
-
Pleased to launch the #Criiio4Good campaign at the Narendra Modi Stadium in Ahmedabad together with Dr. Kuberbhai Dindor, Shri @prafulpbjp, Ms. @MsCMcCaffrey, Shri @JayShah and Ms. @mandhana_smriti.
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A joint initiative of @ICC, @BCCI, @UNICEF and @EduMinOfIndia, ‘Criiio 4 Good’… pic.twitter.com/Xjx4O22udp
">Pleased to launch the #Criiio4Good campaign at the Narendra Modi Stadium in Ahmedabad together with Dr. Kuberbhai Dindor, Shri @prafulpbjp, Ms. @MsCMcCaffrey, Shri @JayShah and Ms. @mandhana_smriti.
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 28, 2023
A joint initiative of @ICC, @BCCI, @UNICEF and @EduMinOfIndia, ‘Criiio 4 Good’… pic.twitter.com/Xjx4O22udpPleased to launch the #Criiio4Good campaign at the Narendra Modi Stadium in Ahmedabad together with Dr. Kuberbhai Dindor, Shri @prafulpbjp, Ms. @MsCMcCaffrey, Shri @JayShah and Ms. @mandhana_smriti.
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 28, 2023
A joint initiative of @ICC, @BCCI, @UNICEF and @EduMinOfIndia, ‘Criiio 4 Good’… pic.twitter.com/Xjx4O22udp
મહાનુભાવોનો પ્રતિભાવ : ક્રિકેટની લોકપ્રિયતા, શિક્ષણ વિભાગના સહકાર થકી યુનેસ્કોની એપ બનશે તેમ લૈગિંક સમાનતાની પહેલ હોવાનું યુનિસેફ ઇન્ડિયા પ્રતિનિધિ સિન્થિયા મેકકાર્ફીએ જણાવ્યું હતું. તેમણે યુનિસેફ સમાનતા સાથે વિકાસ પ્રક્રિયામાં જોડવા માટે કટિબદ્ધ છે કહી ક્રિઓ ફોર ગુડની પહેલને ભારતની છોકરીઓમાં સમાનતા, નેતૃત્વ અને ધ્યેય પ્રાપ્તિ માટે સહાયક બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે ભારતીય મહિલા ટીમ વિશ્વકપ જીતવાનું સ્વપ્ન સત્વરે સાકાર કરશે. જ્યારે નવી શિક્ષણ નીતિ મુજબ પાઠ્યપુસ્તકની સાથે જીવન કૌશલ્ય કળા મહત્વની બની છે તેવો અભિપ્રાય શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડીંડોરે આપ્યો હતો.
નેતૃત્વના ગુણો વિકસાવવા માટેના પ્રથમ પગથિયા : દેશની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વિવિધ ફિલ્મો રજૂ કરીને સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત એક હજાર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભર્યો હતો. સ્મૃતિ મંધાનાએ ક્રિઓ ફોર ગુડ એપ્લિકેશનને છોકરીમાં ધ્યેય પ્રાપ્તિ માટેની લગન અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટેના પ્રથમ પગથિયા તરીકે ઓળખાવ્યું છે. જીવન અને ક્રિકેટમાં સમાનતા જ સફળતા અપાવે એમ કહીને સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ટીમ આગામી સમયમાં વિશ્વ વિજેતા બને એવી આશા વ્યક્ત કર્યો હતો.
મહત્વની ઘટના : આજે લોન્ચ થયેલ ક્રિઓ ફોર ગુડ એપ્લિકેશનને દેશનું શિક્ષણ મંત્રાલય યુનેસ્કો અને BCCI, ICC ના સહકારથી દેશની 15 લાખ શાળા સુધી પહોંચાડીને લૈગિંક સમાનતા અંગે જાગૃતિ સર્જવાનું આયોજન કર્યું છે. જે વિશ્વકપ-2023 દરમિયાન મહત્વની ઘટના બની રહેશે.