ETV Bharat / state

PIL એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાની સનદ મુદ્દે નિર્ણય લેવા બાર કાઉન્સિલને હાઈકોર્ટનો આદેશ - sandip munjashra

અમદાવાદઃ વકીલાતની તમામ લાયકાત ધરાવતા PIL એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સનદ ન આપવા સામે હાઇકોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જે અંગે જસ્ટિસ એ.વાય. કોગજે આગામી 30મી ઓગસ્ટના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો છે..

PIL એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાની સનદ મુદ્દે નિર્ણય લેવા બાર કાઉન્સિલને હાઈકોર્ટનો આદેશ
author img

By

Published : Aug 29, 2019, 11:27 PM IST

સુનાવણી દરમિયાન અરજદાર સંદીપ મુંજાસરાએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે સરકાર તરફે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ ખોટા અને જુના છે.. સંદીપે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કરી બાહેંધરી આપી હતી કે વર્તમાન સમયમાં તેઓ કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે નોકરી કરતા નથી. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમને વકીલાતની લાયકાત ધરાવતા હોવાથી સનદ આપવામાં આવે..

રાજ્ય સરકાર તરફે સંદીપના 10 મહિના જુના ફેસબુક પોસ્ટને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, આ વ્યક્તિ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમને સનદ આપવી નહીં. જેના જવાબમાં અરજદારે કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ હતું. જેથી કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેમની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે અરજદાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, તેમના પછી પણ 2100 લોકોને સનદ આપવામાં આવી છે. એમની સનદ મુદ્દે અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાથી તેમણે રીટ દાખલ કરી છે.

Intro:વકીલાતની તમામ લાયકાત ધરાવતા પીઆઈએલ એક્ટિવિસ્ટ સંદીપ મુંજાસરાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સનદ ન આપવા સામે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર જસ્ટિસ એ.વાય. કોગજે આગામી ૩૦મી ઓગસ્ટના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો છે..

Body:અરજદાર સંદીપ મુંજાસરાએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે સરકાર તરફે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ ખોટા અને જુના છે.. સંદિપે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કરી બાહેંધરી આપી હતી કે વર્તમાન સમયમાં તેઓ કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે નોકરી કરતા નથી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમને વકીલાત ની લાયકાત ધરાવતા હોવાથી સનદ આપવામાં આવે..

રાજ્ય સરકાર તરફે સંદીપના 10 મહિના જુના ફેસબુક પોસ્ટને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમને સનદ આપવા મુદ્દે શંકા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં અરજદારે કોર્ટમાં બાહેંધરી આપતું સોગંદનામુ આપતા કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેમની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો

Conclusion:ઉલ્લેખનીય છે કે અરજદાર તરફે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પછી પણ 2100 લોકોને સનદ આપવામાં આવી અને એમની સનદ મુદ્દે અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જવાબ ન મળતા તેમણે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.