ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બાપુનગર વિધાનસભા બેઠક ( Bapunagar Assembly Seat ) કે જેમાંથી જ ભાજપનો ઉદય થયો હતો તે બાપુનગર વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ ભાજપના ઉમેદવારો વચ્ચે જ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સરસપુર રખિયાલ અને બાપુનગરના કોર્પોરેટરોએ એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો અને ચાર કોર્પોરેટરમાંથી એક કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવે તેવી યોજના કરી હતી. પરંતુ અન્ય એક મહિલા કોર્પોરેટરને આ બાબતની જાણ હતી જ નહીં અને અંતે તેઓને જાણ થતા તેઓએ પણ અંતિમ સમયે બાપુનગર વિધાનસભા બેઠકની દાવેદારી નોંધાવી હતી.
શું કહ્યું મહિલા કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરે બાપુનગર વિધાનસભા બેઠક ( Bapunagar Assembly Seat )માં દાવેદારી કરવા માટે અનેક લોકો લાઈનમાં ઉભા છે. ત્યારે મંજુલાબેન ઠાકોરે સેન્સ પ્રક્રિયામાં કોર્પોરેટરો વચ્ચે માથાકૂટ થઈ હતી ls બાબતે મંજુલાબેન ઠાકોરે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરસપુર-રાખીયાલના 2 કોર્પોરેટરો ભાસ્કર ભટ્ટ, દિનેશ કુશવાહ તથા બાપુનગર વોર્ડના કોર્પોરેટરો પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણી એક ઠરાવ કર્યો હતો. જે બાબતે મને કોઈ જાણ ન હતી અને ટીકીટ આપવી તો આ ચાર કોર્પોરેટરોમાંથી એકને આપવી તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો જે બાબતે મને કંઈ જાણ ન હતી. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુવિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં મહિલાઓને ટિકીટ આપવાની જાહેરાત કરી હતી તે અંતર્ગત મેં માંરી રીતે નામાંકન કર્યું છે, જ્યારે પક્ષ ટિકીટ આપશે તો ઠીક બાકી જેને ટિકીટ આપશે તેને જીતાડવા માટેની મહેનત કરીશું.
કોર્પોરેટરોનું શું છે નિવેદન રખયાલ સરસપુરના કોર્પોરેટર ભાસ્કર પટેલ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે સેન્સ પ્રક્રિયામાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી અને જે વ્યક્તિને ટિકીટ આપવી હોય તે સ્થાનિક હોય તેવા એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો, જ્યારે છેલ્લા 25 વર્ષથી સ્થાનિક ઉમેદવાર નથી. જ્યારે બાપુનગરના કોર્પોરેટરો પ્રકાશ ગુર્જર ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સામુહિક રીતે આખી વિધાનસભાના કાર્યકરો એક થઈને અભિપ્રાય આપ્યો હતો. 7 ઉમેદવારો સ્થાનિક છે જે તમામ જ્ઞાતિના છે. જ્યારે આવો કોઈ ઠરાવ જ થયો નથી. દિનેશ કુશવાહ પણ જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવારોનો મુદ્દો હતો પણ કોઈ ઠરાવ ન હતો.
કોર્પોરેટરોએ કરી હતી ખાનગી બેઠક ભાજપના આગેવાનો તરફથી મળતી માહિતી પ્રમાણે બાપુનગર બોર્ડ અને સરસપુરના કોર્પોરેટરએ બે અલગ અલગ જગ્યાએ ખાનગી બેઠક કરી હતી અને ટિકિટ કોર્પોરેટરોને જ મળે તે રીતની આયોજન સાથે તૈયારી પણ કરી હતી. પરંતુ આ સમગ્ર મીટીંગની વાત ઉચ્ચસ્તરે પહોંચતા કોર્પોરેટરોને સંગઠનમાંથી ઠપકો પણ પ્રાપ્ત થયો હતો અને ત્યારબાદ અન્ય ઉમેદવારોના ફોર્મ ભરાયાં હતાં.
કયા નામ અગ્રેસર બાપુનગર વિધાનસભા બેઠક ( Bapunagar Assembly Seat ) પર અત્યારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈને 10 લોકોના નામ ફાઇનલ કરવામાં આવશે. ત્યારબાદ બાપુનગર વિધાનસભા બેઠક ઉપરથી સરસપુર રખિયાલ વોર્ડના બે કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ અને દિનેશ કુશવાહ, ઉપરાંત બાપુનગર વોર્ડના કોર્પોરેટરો પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણીએ દાવેદારી કરી છે. જ્યારે દિવાળીના તહેવાર પહેલાં ડો. હસમુખ સોની બાપુનગરમાં શક્તિ પ્રદર્શન કરીને વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવીને તેઓએ પણ દાવેદારી કરી છે. હસમુખ સોનીની વાત કરવામાં આવે તો ગુજરાત આર્યુવેદ બોર્ડના ચેરમેન તરીકે કાર્યરત છે, જ્યારે થોડા દિવસો પહેલા 5000 જેટલા બાળકોને આરોગ્યલક્ષી દત્તક લીધા છે. ઉપરાંત પૂર્વ DYSP તરુણ બારોટે પણ દાવેદારી કરી છે. જ્યારે ડો. હસમુખ સોનીએ દાવેદારી બાદ જણાવ્યું હતું કે સર્વ સંમતિથી દાવેદારી કરી છે અને તમામ કાર્યકર્તાઓ સાથ આપ્યો છે. જ્યારે હસમુખ સોની RSSથી સંકળાયેલ છે. આમ સ્થાનિકને ટિકીટ આપવામાં આવે તેવી માંગ સાથે 17 જેટલા સ્થાનિક લોકોએ દાવેદારી કરી છે. જ્યારે કુલ 50 જેટલી દાવેદારી બાપુનગર બેઠક પર કરવામાં આવી છે.
બાપુનગર વિધાનસભાનું ગણિત બાપુનગર વિધાનસભા બેઠક ( Bapunagar Assembly Seat ) પર જાતિગત સમીકરણ જોઅએ તો કુલ 2,07,000 મતદાર છે. જેમાં મુસ્લિમ 46,000, દલિત 34,000 પટેલ 14,000 અન્ય ભાષા ભાષી 32,000 યુ.પી. બિહાર અને ઉત્તરાખંડના છે. બ્રાહ્મણ 6000 જેમાં માત્ર ગુજરાતી છે. વાણિયા 3000 બક્ષી પંચ પટ્ટણી 27,000 પદ્મશાલી 14,000 રાજસ્થાની 11,000 અન્ય બક્ષીપંચ 12,000 જેમાં બારોટ, મિસ્ત્રી, પ્રજાપતિ છે. તથા અન્ય મતદારો અન્ય 8000 છે જેમાં બંગાળી તમિલ કેરાલાના છે.
બાપુનગર બેઠક જીતવી કેમ જરૂરી ભાજપ માટે બાપુનગર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકથી ભાજપ નો ઉદય થયો હતો, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પટેલ પણ બાપુનગરના કોર્પોરેટર છે. ત્યારે આ બેઠક ( Gujarat Assembly Election 2022 ) ભાજપ માટે મહત્વની મનાઈ રહી છે. ઉપરાંત પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ બાપુનગરમાં 2 થી વધુ વખત મુલાકાત કરી છે.