ETV Bharat / state

ઘરના જ ઘાતકીઃ બેંકના લોકરમાંથી પટ્ટાવાળાએ પત્ની થકી 47 લાખની ચોરી કરાવી - બેન્ક ઓફ બરોડા

અમદાવાદમાં બેન્કના પટ્ટાપાળાએ પત્ની સાથે મળીને બેન્કના લોકરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું (Bank robbery by peon in Ahmedabad) સામે આવ્યું છે. પોલીસને દાગીના ભરેલી બેગ સાથે શંકાસ્પદ યુવક મળતાં પર્દાફાશ થયો હતો. પોલીસે (Ellisbridge Police Station) આરોપી પાસેથી 47 લાખ રૂપિયાની કિંમતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.

ઘર કા ભેદી લંકા ઢાયે, પટ્ટાવાળાએ પત્ની સાથે મળી બેન્કના બિનઉપયોગી લોકરમાંથી કરી 47 લાખની ચોરી

author img

By

Published : Dec 19, 2022, 12:37 PM IST

ચોરી કરવા દંપત્તિએ બનાવ્યો હતો પ્લાન

અમદાવાદ બેન્કમાંથી ચોરી થવી એ હવે સામાન્ય બાબત (Ahmedabad Crime News) થઈ ગઈ છે. કેટલાક કિસ્સામાં તો બેન્કના કર્મચારીઓ જ આવી ચોરીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આવો જ કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરની એક બેન્કમાં પટ્ટાવાળાએ જ પત્ની સાથે મળીને એક લોકરમાંથી 47.88 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી (Bank robbery by peon in Ahmedabad) કરી હતી.

પોલીસે શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતા સામે આવ્યો મામલો આ દાગીના ભરેલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં એક યુવક દેખાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બેન્ક લોકરની ચોરીનો પર્દાફાશ (Bank robbery by peon in Ahmedabad) થયો હતો. એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police Station) પકડેલા દંપત્તિએ બેન્કમાં રહેલા લોકરમાંથી 47.88 લાખની કિંમતી ચિજવસ્તુઓની ચોરી કરી હોવાની વાત કબૂલી હતી.

ચોરી કરવા દંપત્તિએ બનાવ્યો હતો પ્લાન ચોર દંપતિએ પ્લાન મુજબ ચોરી (Bank robbery by peon in Ahmedabad) કરી હતી. તેની જાણ બેન્કને સુદ્ધાં થઈ નહતી, પરંતુ એલિસબ્રિજ પોલીસને (Ellisbridge Police Station) પેટ્રોલિંગ સમયે એક શંકાસ્પદ યુવક ચિરાગ દાતણીયા પાસેથી સોના દાગીના અને વિદેશી ચલણી નોટો સાથે કિંમતી વસ્તુ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા આરોપી એલિસબ્રિજ પ્રીતમનગર પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં (Bank of Baroda) પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેણે પોતાની જ બેન્કમાં લોકર ખોલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેને લઈને પોલીસે તપાસ કરતા બેન્કના 2 લોકર ખોલીને લાખો રૂપિયાના કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બેન્કના મેનેજરે એલિસબ્રિજમાં (Ellisbridge Police Station) ફરિયાદ નોંધાવી હતી.

10 લોકર એવા હતા જેનો ઉપયોગ નહતો બેન્કમાં રહેલા 10 જેટલા લોકરનો ઘણા સમયથી કોઈ ગ્રાહક ઉપયોગ નહતા કરતા. સાથે જ તેઓ લોકરનો ચાર્જ પણ નહતા ચૂકવતા. એટલે આવા લોકરોની કિંમતી ચીજવસ્તુઓ બેન્કના અધિકારીઓએ ગણતરી કરી અન્ય 2 લોકરમાં સામાન મૂક્યો હતો. જેમાં રહેલી કિંમતી વસ્તુઓ પર બેન્કના પટ્ટાવાળા ચિરાગ દાતણીયાની નજર બગડી હતી, જેથી લોકરમાંથી ચોરી કરવાનો પત્ની સાથે પ્લાન કર્યો હતો.

આરોપીની પત્ની પણ સહઆરોપી આરોપી ચિરાગ દાતણીયાએ પત્ની અર્ચના દાતણિયાને ડમી ગ્રાહક બનાવી બેન્કમાં બોલાવી હતી, જ્યાં રજિસ્ટ્રેશન બૂકમાં ખોટી એન્ટ્રી કરી લોકર રૂમમાં પ્રવેશ કરાવ્યો હતો. આરોપી ચિરાગે અગાઉથી 2 લોકરમાં રહેલ કિંમતી સામાન કાઢી દીધો હતો. લોકર રૂમમાં પત્ની અર્ચના અંદર આવતા જ કિંમતી સામાન બેગમાં મૂકી જતી રહી હતી. જે થોડા દિવસ બાદ ચિરાગ કિંમતી સામાનવાળો બેગ લઈ જતા પોલીસના હાથે પકડાયો અને લોકર ચોરીના (Bank robbery by peon in Ahmedabad) ગુનાનો ભેદ ઉકેલાયો.

રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ એમ ડિવિઝનના ACP એસ. ડી. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે દંપત્તિ પાસેથી ચોરીના (Bank robbery by peon in Ahmedabad) સોનાના દાગીના, ચાંદીના દાગીના, 3 પાસપોર્ટ, વિદેશી ચલણી નોટો મળી કુલ 47.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, આમાં અન્ય સોનાના 3 મંગળસૂત્ર, 8 બગડી અને 2 ચેઇન મળી આવ્યા નથી. આરોપીએ આ માલસામાન બીજાને વેચી નાખ્યો છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ લોકર ચોરીના કેસમાં બેંકના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે, કેમ જેને લઈ આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.