ETV Bharat / state

બજાણા પોલીસે હનીટ્રેપ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી

બજાણા પોલીસે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે પકડી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી હનીટ્રેપ, લૂંટ, છેતરપિંડી સહિતની ગુનામાં સંડોવાયેલો છે. બજાણા પોલીસે વોચ ગોઠવી પાટડીવાળા ઈગરોળી ગામ તરફથી નર્મદા કેનાલ પર કાર લઈ પસાર થતા આરોપીને મોબાઈલ સહિત મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

બજાણા પોલીસે હનીટ્રેપ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી
બજાણા પોલીસે હનીટ્રેપ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી
author img

By

Published : Oct 30, 2020, 7:52 PM IST

  • હનીટ્રેપ લૂંટનો પ્રયાય સહિતના ગુનામાં ફરાર બે શખ્સ ઝડપાયા
  • ગેડિયા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી પકડી પાડ્યા
  • આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાઈ

વિરમગામઃ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ધાંગધ્રા ડીવાયએસપી સહિતના અધિકારીઓની સૂચનાથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. બજાણા પીએસઆઈ વી. એમ. જાડેજા સહિતના સ્ટાફે હાઈવે પર ચોરી તેમજ અન્ય ગુનામાં નાસતાફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેમાં હાઈવે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સાહિલખાન અલીખાન (પાટડી) અને અશરફ ખાન મનવરખાન (ગેડિયા)ને નર્મદા કેનાલ પાસેથી પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓ ઈગરોડી ગામ તરફથી સિલ્વર કલરની ગાડીમાં આવી રહ્યા હતા. પીએસઆઈ વી. એન. જાડેજા સહિતના સ્ટાફે આરોપીની ગાડીનો પીછો કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આરોપી હનીટ્રેપ, લૂંટ, છેતરપિંડી સહિતના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.