અમદાવાદ : રાજકોટના લોકસાહિત્યકાર દેવાયત ખવડને રાહત મળી છે. દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન માટે જે અરજી કરી હતી તે અરજીને હાઇકોર્ટે માન્ય રાખી છે. દેવાયત ખવડના શરતી જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે.
72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે : ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડના જામીન માટે એડવોકેટ મેહુલ શાહ, રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ જામીન મંજીર કર્યા છે. દેવાયત ખવડના જામીન માટે એડવોકેટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ઘણા સમયથી જેલમાં અત્યારે બંધ છે. જામીન માટે જે પણ શરતોનું પાલન કરવામાં આવશે તેનું પાલન કરવા માટે પણ મંજૂર છે માટે તેમને જામીન આપવામાં આવે. નોંધનીય છે કે હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કરતા જ 72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે.
આ પણ વાંચો દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં, જામીન અરજી કોર્ટે ફગાવી
શરતી જામીન મંજૂર : મહત્વનું છે હજુ થોડા સમય પહેલા દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા એ જામીન અરજીને ફગાવી દેવામાં આવી હતી અને કહ્યું હતું કે કેસમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકે છે. એવી હાઇ કોર્ટે છૂટ આપી હતી. ત્યારે હવે દેવાયત ખવડ દ્વારા ફરીથી જામીન અરજી કરવામાં આવતા હાઈ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
શું હતો સમગ્ર મામલો : રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી આ ઇજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
દેવાયત ખવડ 10 દિવસ ફરાર રહ્યાં : મયૂરસિંહ રાણા નામના યુવક પર ખુની હુમલો કરવાના ગુનામાં છેલ્લા દેવાયત ખવડ જેલવાસ ભોગવી રહ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેમના સાથીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ગુનો નોંધાયાના દસ દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
19મી ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરાયા હતા :જોકે ત્યારબાદ દેવાયત ખવડના કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને 19મી ડિસેમ્બરે દેવાયત સહિત ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવતા ત્રણેય આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ : મહત્વનું છે કે મયૂર સિંહ રાણા ઉપર હુમલા કર્યાના આ કેસમાં પોલીસ દ્વારા કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયૂરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. 72 દિવસના જીલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે. દેવાયત ખવડ લગભગ અઢી મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે. ત્યારે આખરે દેવાયત ખવડને હાઇકોર્ટ શરતી જામીન આપતા તેમને આંશિક રીતે રાહત મળી છે.