અમદાવાદ : બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ પ્રકારની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત 25 મે ના રોજ વટવાના એક કાર્યક્રમ હાજરી આપશે. ચાણક્યપુરીમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમના સ્થળે વિશાળ ડોમ બનાવવાની કામગીરી થતી જોવા મળી હતી. બાગેશ્વર ધામ આ ઉપરાંત 25 મેના રોજ વટવાના એક કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદની ઉડતી મુલાકાતે પણ આવી રહ્યાં છે.
ત્રણ ભાગમાં ડોમ : બાબાના બેસવાનો વિશાળ સ્ટેજ બાગેશ્વર ધામ દિવ્ય દરબાર કાર્યક્રમમાં જે સ્થળ પર બિરાજમાન થવાના છે તે ડોમ 80 બાય 40 ફૂટના પહોળાઇ ધરાવે છે અનેે 12 ફૂટની ઊંચાઇ ધરાવે છે. આ ડોમમાં બાગેશ્વર ધામના બેસવા માટેનું સ્ટેજ ઉપરાંત અન્ય બે ભાગ પણ જોવા મળશે. જેમાં એકમાં આમંત્રિત મહેમાનો બિરાજશે જ્યારે બીજામાં સાધુસંતોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
1 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા : છેલ્લા ઘણા સમયથી લોકોના મુખ એક જ નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જેનું નામ છે ધીરેન્દ્ર શાસ્ત્રી. ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાગેશ્વર ધામનું આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ અમદાવાદનાં ચાણક્યપુરી રહેવાના પણ છે. બે દિવસીય કાર્યક્રમનું આયોજન ભવ્ય બને તે માટે તેમની અનુયાયીઓ સારો એવો પ્રયત્ન પણ કરી રહ્યાં છે. દિવય દરબારમાં અંદાજિત 1 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે સુચારુ વ્યવસ્થા કરવાને લઇને ધ્યાન અપાઇ રહ્યું હોવાનો દાવો પહેલાં જ કરી દેવામાં આવેલો છે.
એલઇડી સ્ક્રીન લગાવાશે : આયોજક સમિતિ દ્વારા ચાણક્યપુરીમાં શક્તિ ચોક સિવાય અન્ય બે પ્લોટમાં એલઇડી સ્ક્રીન લગાવીને લાઈવ બાબા બાગેશ્વર દિવ્ય દરબાર દર્શન લાભ આપી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ છે ત્યારે સાંજના સમયે દિવ્ય દરબાર યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે..શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે બાગેશ્વર ધામનો બે દિવસ દિવ્ય દરબાર સાંજે 5:00 વાગ્યાથી લઈને રાતના 11:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
નેતાઓ અને સાઘુસંતોનો જમાવડો : આ ઉપરાંત ગાંધીનગરમાં 28 મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ સાંજે 5 થી રાતના 9 વાગ્યા સુધી દિવ્ય દરબાર યોજાશે. અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબારમાં રાજકીય આગેવાનો, સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 29 મેના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મહાપ્રધાન પ્રદિપસિંહ વાઘેલા,સાંસદ નરહરી અમીન, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ હાજર રહેશે. જ્યારે સાધુસંતોની વાત કરવામાં આવે તો દિલીપદાસજી મહારાજ, વિશ્વેશ્વરી ભારતી મહારાજ,અખિલદાસજી મહારાજ,ઋષિભારતી મહારાજ, જેવા સંતો પણ દિવ્ય દરબારમાં હાજર રહેશે.
25 મેએ વટવામાં હાજરી આપશે : અમદાવાદના વટવા ખાતે દેવકીનંદન ઠાકુરની શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 તારીખના રોજ એક કલાક માટે હાજરી આપવાના છે. જે સંદર્ભમાં અમદાવાદ પોલીસનો પણ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં અંદાજિત 200 જેટલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડ તેમની સુરક્ષા માટે તહેનાત રહેશે.