અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોકદરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો.
વરસાદને કારણે રદ થયો હતો કાર્યક્રમ: 29 અને 30 મી મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે તે સ્થળ નાનું પડતા ઓગણજ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં વરસેલા ભારે વરસાદની પગલે પગલે ખાતે પણ કાર્યક્રમ સ્થળે પાણી ભરાઈ જતા તે જગ્યા પરનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. જેના કારણે ભક્તોમાં નિરાશા જોવા મળી હતી ત્યારે હવે ફરી એકવાર નવું સ્થળ દિવ્ય દરબાર માટે નક્કી કરવામાં આવ્યું છે.
વટવા ખાતે યોજાશે દિવ્ય દરબાર: અમદાવાદના વટવામાં આવેલા શ્રીરામ મેદાન ખાતે થોડા દિવસો પહેલા દેવકીનંદન મારા દ્વારા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના અંતિમ દિવસે બાબા બાગેશ્વરે કાર્યક્રમમાં હાજર રહીને આશીર્વચન આપ્યા હતા. ત્યારે તે જ કાર્યક્રમ સ્થળ ઉપર ફરી એકવાર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 મીના રોજ સાંજે 5 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર તે જ સ્થળે યોજાનાર છે.
તૈયારીઓ શરૂ: વટવાના શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ તમામ જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ શિવ મહાપુરાણનું આયોજન કરનાર શિવ કૃપા મિત્ર મંડળના કમલાકર રાજપૂતે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વટવામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 થી 7 દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ અંગે આયોજક હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30મી એ સાંજે 5 થી 7 ના સમયગાળામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.