ETV Bharat / state

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા, વીડિયો વાઇરલ - CIVIL HOSPITAL CANTEEN SHELL

અમદાવાદના સોલા સિવિલની હોસ્ટેલની કેન્ટીનનો એક વીડિયો વાયરલ થયો છે. કેન્ટીનના કામદારો પગથી બટેટા ક્રશ કરતા હોવાનો આ વીડિયો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કામદારો કઈ રીતે પગથી બટેટાને ખૂંદી રહ્યા છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા, વીડિયો વાઇરલ
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા, વીડિયો વાઇરલ
author img

By

Published : Jan 23, 2020, 1:18 AM IST

Updated : Jan 23, 2020, 3:05 AM IST

અમદાવાદઃ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. આ વીડિયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો હોવાનો બહાર આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ તંત્ર પર આ પ્રકારનું જમવાનું આપવાના આક્ષેપ કર્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી આ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા, વીડિયો વાઇરલ
હાલ તો કોર્પોરેશને હોસ્ટેલની કેન્ટીનને સીલ કરી દીધી છે. પરંતુ કેન્ટીમાં અખાદ્ય અને ગંદી રીતે ભોજન તૈયાર કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આરોગ્ય વિભાગને અત્યાર સુધી આ ગંદકીથી બનતા ભોજનની ગંધ કેમ ન આવી ? લોકોના આરોગ્ય સાથે થતા ચેડા ક્યારે અટકશે ?
કોર્પોરેશને હોસ્ટેલની કેન્ટીનને સીલ કરી
કોર્પોરેશને હોસ્ટેલની કેન્ટીનને સીલ કરી

સોલા સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાં ચેકિંગ કર્યા બાદ અધિકારીઓએ જરૂરી એવા પગલાં લીધા હતા. ત્યારે બોયઝ હોસ્ટેલની બાજુમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનમાં પણ આવી ગંદકી હોવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા. પરંતુ ફૂડ અધિકારીઓએ ત્યાં ચેકિંગ કર્યું નહોતું.

Intro:અમદાવાદ

અમદાવાદ સોલા સિવિલની હોસ્ટેલની કેન્ટીનનો એક વીડિયો વાયરલ થયો છે. કેન્ટીનના કામદારો પગથી બટેટા ક્રશ કરતા હોવાનો આ વીડિયો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કામદારો કઈ રીતે પગથી બટેટાને ખૂંદી રહ્યા છે.Body:
શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. આ વીડિયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો હોવાનો બહાર આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ તંત્ર પર આ પ્રકારનું જમવાનું આપવાના આક્ષેપ કર્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી આ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે..

હાલ તો કોર્પોરેશને હોસ્ટેલની કેન્ટીનને સીલ કરી દીધી છે. પરંતુ કેન્ટીમાં અખાદ્ય અને ગંદી રીતે ભોજન તૈયાર કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આરોગ્ય વિભાગને અત્યાર સુધી આ ગંદકીથી બનતા ભોજનની ગંધ કેમ ન આવી ? લોકોના આરોગ્ય સાથે થતા ચેડા ક્યારે અટકશે ?Conclusion:સોલા સિવિલ હોસ્પિટલની બોય્ઝ હોસ્ટેલની કેન્ટીનમાં ચેકિંગ કર્યા બાદ અધિકારીઓએ જરૂરી એવા પગલાં લીધા હતા. ત્યારે બોય્ઝ હોસ્ટેલની બાજુમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનમાં પણ આવી ગંદકી હોવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા. પરંતુ ફૂડ અધિકારીઓએ ત્યાં ચેકિંગ કર્યું નહોતું.
Last Updated : Jan 23, 2020, 3:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.