વડોદરા ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશોને અનુસરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Elections 2022) મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવાના આશય સાથે અવસર લોકશાહીનો અભિયાન ( Voting Awareness Campaign in Vadodara ) હાથ ધરવામાં આવ્યું છે. અવસર એટલે કે all voters spirited aware and responsible નું ટૂંકુ સ્વરૂપ છે. જેમાં તમામ મતદારોને મતદાન કરવા માટે ઉત્સાહિત , જાગૃત અને જવાબદાર બનાવવાનો ભાવ રહેલો છે.
પૂર્વ તૈયારીઓ શરૂ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અવસરનું અમલીકરણ નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી ડો.બી.એસ.પ્રજાપતિ અને તેમની ટીમ કરી રહી છે. તેના હેઠળ ખૂબ વ્યાપકસ્તરે મતદાર જાગૃતિના ( Awareness run for maximum voting in Vadodara ) ઉદ્દેશથી 20 નવેમ્બરની પ્રભાતે વડોદરા શહેરમાં અને જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે મહાદોડ awareness run for maximum voting યોજવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દોડને સફળ બનાવવા ખાસ અનુરોધ આ કાર્યક્રમ માટે અને 16 ઉચ્ચ અધિકારીઓને ટીમ બનાવી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નિવાસી અધિક કલેકટર અને અવસર અભિયાનના નોડલ અધિકારી ડો.બી.એસ. પ્રજાપતિએ લોકોને ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આ દોડને સફળ બનાવવા ( Awareness run for maximum voting in Vadodara ) અને મતદાન માટેની વડોદરા શહેર અને જિલ્લાની તત્પરતા દર્શાવવા ખાસ અનુરોધ કર્યો છે.
એકેએક મત અગત્યનો ડો.બી.એસ. પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રત્યેક મતદારનો એકેએક મત અગત્યનો છે. મતદાનએ લોકશાહીની મજબૂતીમાં યોગદાન આપવાનો ( Gujarat Assembly Elections 2022) અવસર છે. વડોદરા શહેર જિલ્લામાં 5 ડીસેમ્બરના રોજ મતદાન યોજવાની ચૂંટણી તંત્ર દ્વારા રાત દિવસ એક કરીને પરિશ્રમભરી આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રત્યેક મતદાર અત્યારથી પોતાનું મતદાર ફોટો ઓળખપત્ર હાથવગું રાખીને મતદાન માટે તત્પર ( Voting Awareness Campaign in Vadodara ) બનશે એવી અપેક્ષા છે. વોટેથોનના આયોજન અંગે આજે વડોદરા ખાતે નિવાસી અધિક કલેકટર ડો. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.