પ્રાપ્ત માહિતી મુજબ થલતેજ- ઝાયડસ ચાર રસ્તા પાસે કાર્યક્રમ યોજી, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ થયો હતો. નોપાજી પોશીદેવી પ્રજાપતિ (એનપીપી) સેવા ટ્રસ્ટના નેજા હેઠળ અભિયાન શરૂ કરાયું છે. જેમાં અમદાવાદ શહેર સહિત ગાંધીનગર વિસ્તારમાં ઘર-ઘર જઇ તુલસીના છોડનું વિતરણ કર્યુ હતું તે પણ નિઃશુલ્ક.
તુલસી વિતરણ અભિયાનના આયોજક અને એનપીપી ટ્રસ્ટના ભુપેશ પ્રજાપતિએ જણાવ્યું કે, તુલસીના છોડ વિતરણનો વિચાર અમારા ગુરૂજનોએ આપ્યો હતો. ગુરૂજનોનું કહેવું હતું કે, તુલસીથી લોકોના ઘરમાં સુખ શાંતિ આવે છે. તેથી મનમાં એક દ્રઢ નિશ્ચય કર્યો હતો કે, લોકોના ઘર સુધી તુલસી પહોંચતી કરવી છે. કારણ કે ઘરના આંગણમાં તુલીસ રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આજના જીવનમાં લોકના ઘરમાં શાંતિ નથી. તેથી લોકોના ઘરમાં શાંતિ થયા તેવા ઉદેશ્યથી લોકોના ઘર સુધી તુલસી પહોચડવામાં યથાત પ્રયાસ કર્યો છે અને આગામી દિવસોમાં 1 લાખ ઘર સુધી તુલસી વિતરણ કરવાનો લક્ષ્યાંક છે અને તુલસી માત્ર ઘર નહી પરંતુ સહકારી બિલ્ડીંગમાં પણ વિતરણ કરવામાં આવશે.