ETV Bharat / state

બુટલેગર અને મહિલા PSIનો ઓડિયો વાયરલ, ACBમાં થઈ અરજી - PSI

અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. જેની પાછળ સ્થાનિક પોલીસ પણ જવાબદાર છે. કારણ કે, પોલીસ દ્વારા હપ્તાપ્રથા કરીને જ પરવાનગી આપવામાં આવી છે. તેવામાં વટવા GIDCની તત્કાલિન PSI અને મહિલા બુટલેગર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જે મામલે મહિલા બુટલેગરે ACBમાં અરજી પણ કરી છે.

ઓડિયો વાયરલ
ઓડિયો વાયરલ
author img

By

Published : Jan 19, 2021, 7:39 PM IST

Updated : Jan 19, 2021, 10:44 PM IST

  • મહિલા બુટલેગર અને PSI વચ્ચેનો ઓડિયો વાયરલ
  • ફોનમાં દારૂ વેચવા બદલ PSIએ માંગી હતી લાંચ
  • ACBમાં થઈ અરજી

અમદાવાદ : મહિલા બુટલેગરે વટવા GIDCની તત્કાલિન PSI એસ. એસ. ગોસ્વામી નામની મહિલાને ફોન કર્યો હતો. જેમાં આ મહિલા બુટલેગરે જણાવ્યું હતું કે, 5000 રૂપિયાની વ્યવસ્થા થઈ છે. બીજા પછી આપશે. ત્યારે PSI ગોસ્વામીએ પૈસા માટે રકઝક કરી હતી અને આ અંગે બીજા દિવસે બાકીના પૈસા આપવાની વાત પણ કરવામાં આવી હતી.

ઓડિયો વાયરલ
અરજીમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો?
ઓડિયો વાયરલ
અરજીમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો?

અરજીમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો?

વટવાની મહિલા બુટલેગરે ACBમાં અરજી કરી છે કે, હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં PSI અને પહેલા વટવા GIDC પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવનારા એસ. એસ. ગોસ્વામી ગત ચાર મહિનાથી હેરાન કરી રહ્યા છે. ગોસ્વામી નવી ગાડી લાવ્યા છે. જેના હપ્તા ભરવા માટે પૈસાની માંગ કરે છે અને જો સમયસર હપ્તા નહીં આપે તો તેમને દારૂના ગુનામાં સંડોવી દેશે. આ ઉપરાંત મહિલાએ ACBમાં કરેલી ફરિયાદમાં વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનના વહીવટદાર રાજભા નામના પોલીસકર્મી પણ હપ્તા લઈ જાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજભા અને મહેન્દ્રસિંહ નામના પોલીસકર્મી સામે ACBમાં અરજી કરી ચૂક્યા છે. સમગ્ર મામલો સામે આવતા હવે પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. ACB દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે મહિલા બુટલેગર અને PSI વચ્ચેનો ઓડિયો વાયરલ થયો હતો. જોકે, આ ઓડિયોની પુષ્ટી ETV BHARAT કરતું નથી.

Last Updated : Jan 19, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.