અમદાવાદઃ શહેરનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. અમદાવાદ ઔડા દ્વારા અમદાવાદ શહેરના અનેક ગામોનો અમદાવાદ ઔડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ગામડામાં અનેક સુવિધા પણ ઔડા દ્વારા (Ahmedabad Auda) ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ઔડા દ્વારા શહેરી વિકાસ ધ્યાનમાં ( Auda will pick up garbage)રાખી આજુ બાજુના ગામોને પણ ઔડામાં સમાવેશ કર્યા બાદ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં ઔડા દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ મળીને 90 જેટલા ગામનો કચરો હવે ઔડા પોતાના ખર્ચે ઉપાડીને કોર્પોરેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઔડા પોતાના ખર્ચે ગામડાનો કચરો ઉપાડશે - અમદાવાદ ઔડા દ્વારા (Ahmedabad Urban Development Authority)રાજ્ય સરકારની પહેલ દ્વારા જે શહેરની નજીક આવેલા ગામડામાં કચરોનું મોટાપાયે ઉત્પાદન થાય છે. પરંતુ તેનું પ્રોસિંગ ન થતું હોવાથી અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ મહાનગર પાલિકા અને ગાંધીનગર મહાનગરના 5 કિ.મી ત્રિજ્યામાં જે ગામોનો સમાવેશ થાય છે. તેવા અમદાવાદના 55 ગામ અને ગાંધીનગરના 35 ગામનો કચરો ઔડા દ્વારા ઉપાડવામાં આવશે. કોર્પોરેશનની પ્રોસિંગ જગ્યા સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ઔડા દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 500 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ: મુખ્ય કારોબારી અધિકારી ઔડા
નલ સે જલ યોજનામાં વધુ 20 ગામનો સમાવેશ - ગુજરાતના દરેક ઘરને 'નલ સે જલ' યોજના( Nal Se Jal Yojana)હેઠળ જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ રિંગરોડના 3 કિ.મી વિસ્તાર આવતા ગામોમાં ફેઝ 1 કામ અમલ મુકવામાં આવી છે. જેમાં 45 જેટલા ગામો આવરી લઈને નર્મદાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. હવે ઔડા દ્વારા આ વ્યાપ વધારવામાં આવ્યો છે. રિંગરોડના 3 કિ.મીથી વધારીને હવે 5 કિ.મી સુધીના વિસ્તારને 'નલ સે જલ' યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વધુ 20 ગામોને લાભ થઈ શકે છે. મોટાભાગના ગામોમાં અંડર ગ્રાઉન્ડ મોટર મૂકીને પાણી ગામમાં પહોંચાડવામાં આવે છે. આ યોજનાથી દરેક ઘરમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.
ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટિંગ કંપની રચનાનો ઠરાવ - રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ એકટ અમલમાં આવ્યા પછી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મહાનગર પાલિકાના આસપાસના નાના શહેરોનો વિકાસ થઈ શકે તે હેતુથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અંતર્ગત ઔડા દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટિંગ કંપની રચવા માટેનો બોર્ડમાં ઠરાવ કર્યો છે. આ કંપની આખા ગુજરાતના ટાઉન પ્લાનિંગ કન્સલ્ટિંગ સર્વિસ પુરી પાડશે. જે નાના શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે. તેને માર્ગદર્શન પૂરું પાડશે. આ કંપની રાજ્યના સરકારના સચિવની અધ્યક્ષતામાં રચના કરવામાં આવશે. ટાઉન સ્કીમ કેવી રીતે બનાવવી,અર્બન પ્લાનિંગ કેવી રીતે કરવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઉભું કરી શકાય તેવી માહિતી પૂરી પાડશે.