ETV Bharat / state

Drugs in Gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી

ગુજરાત ATSની(Anti-Terrorism Squad) ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરી અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા(heroin in Gujarat) સાથે 3 આરોપીની ધરપકડ કરી(Drugs Crime) હતી. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 600 કરોડ થાય છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તથા પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની(drug smugglers in gujarat) સંડોવણી ખુલી છે.

drugs in gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી

author img

By

Published : Nov 30, 2021, 8:16 AM IST

  • 600 કરોડના ડ્રગ્સ મામલે ATSએ વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી
  • 3.25 કરોડ હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યા
  • માલના રૂપિયા માઈકલ આંગડીયા મારફતે ઈશા તથા તેના સાગરીતોને મોકલાવતો

અમદાવાદઃ બાતમીના આધારે ગુજરાત ATSની(Anti-Terrorism Squad) ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે રેડ કરીને અંદાજિત 120 કિલો હેરોઈનના જથ્થા(heroin in Gujarat) સાથે 3 આરોપીની ધરપકડ કરી(Drugs Crime) છે. જે હેરોઈન કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 600 કરોડ થાય છે. આ કેસની તપાસ દરમિયાન આજ સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ 330 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદે હેરોઈન જથ્થો જપ્ત કરી કુલ 13 આઓપીની ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ દરમિયાન તેમજ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની(drug smugglers in gujarat) સંડોવણી ખુલી છે.

રૂ.3.25 કરોડનું હેરોઈનનો જથ્થો કબ્જે

​​​આ હેરોઈન સીઝર કેસમાં પકડાયેલા આરોપી માઈકલ યુગોયુવુના દિલ્હી ખાતે હેરોઈનનો કેટલોક જથ્થો છૂપાવી રાખ્યો છે. જે બાતમીના આધારે ATSની ટીમે નિલોઠી, માઈકલ યુગોયુવુના રહેણાંક મકાનમાં 27 નવેમ્બર 2021ના રોજ રેડ કરી 650 ગ્રામ હેરોઈનનો જથ્થો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3.25 કરોડ થાય છે. પકડાયેલા આરોપી માઈકલ યુગોયુવુની વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું ,કે તે હેરોઈનનો જથ્થો ખરીદવા માટે ઈશા રાવ અને તેની ગેંગના(drug smugglers) માણસોને આંગડીયા દ્વારા રૂપિયા મોકલાવતો હતો.

ઈશા રાવના ઈશારે ગુજરાતમાં પણ માલ ફરતો

જ્યારે આ કેસની તપાસ દરમ્યાન પકડાયેલા અન્ય બે આરોપીઓ સર્જેરાવ કેશવરાવ ગરડ ગુજરાતમાં(drugs in gujarat) જામનગરની આસપાસના વિસ્તાર ખાતેથી ઈશા રાવ તેમજ તેના સાગરીતો મારફતે હેરોઈનની ડીલીવરી(Delivery of heroin) બસ-ટ્રેન દ્વારા દિલ્હી જઈ આરોપી માઈકલ યુગોયુવુ અને અન્ય નાઈજીરીયન રીસીવર્સને ડીલીવરી આપતો હતો. જે માલના રૂપિયા માઈકલ યુગોયુવુ આંગડીયા મારફતે ઈશા રાવ તથા તેના સાગરીતોને મોકલાવતો હતો.

દેશમાં હેરોઈનની ઘુસાડવા ગુજરાત દરિયાઈ સીમાનો ઉપયોગ

ત્યારે પકડાયેલા આરોપી(heroin accused) જાબીયર ઉર્ફ જાવીદ કાસમ ઈશા રાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરિયામાં જઈ ગેરકાયદેસર હેરોઈનના જથ્થાની ડીલીવરી મેળવી સચાણા ગામે પોતાના કબ્જામાં રાખતો હતો. ત્યારબાદ તે ઈશા રાવની સૂચના મુજબ આ ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઈશા રાવ તથા તેના સાગરીતોને પહોંચાડતો હતો. આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે જ્યારે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ 120 કિલો હેરોઇન દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો(Coastal boundary of Gujarat) ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ ઝડપાઈ(Drugs seized) જાય છે.

આ પણ વાંચોઃ Drug Seized In Surat: શહેરમાં 1.92 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

આ પણ વાંચોઃ Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.