અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય પૈસા ટ્રાન્સફર કરતી એક એજન્સીના કર્મચારી દ્વારા ETV ભારતને મળતી માહિતી મુજબ ATMમાં જ્યારે પૈસા ભરવા માટે કેશવાન આવે છે, ત્યારે એ કેશ વાનને પણ સેનેટાઈઝ કરવામાં નથી આવતી. આ કર્મચારીઓને પુરતા સાધના આપવામાં આવતા કે જેના કારણે તેઓ કોરોના જેવા મહા વાઇરસની બીમારીથી બચી શકે.
એક તરફ સરકાર દ્વારા તકેદારીના ઝીણવટભર્યા દરેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે દરેક અલગ અલગ વિસ્તારોના અલગ-અલગ ATM સેન્ટરમાં પૈસા ભરવા આવતાં આ કર્મચારીઓને જો પૂરતી સુરક્ષા આપવામાં ન આવે તો તેઓ જ સૌથી મોટા કોરોના સ્પાઇડર બની જાય છે.
કારણ કે, તેઓ દરેક વિસ્તારમાં નાનામાં-નાના સેન્ટરો ઉપર જઈને પૈસા ભરતા હોય છે. ઘણી જગ્યાએ તો PAYTM સેન્ટર જેટલા નાના હોય છે કે માટે એક જ વ્યક્તિ અંદર ઊભા રહી શકે ત્યારે આ કર્મચારીઓ દ્વારા પૈસા ભરવા આવે છે, ત્યારે મશીનમાં સાથે સહકાર આપવા માટે મીનીમમ બે વ્યક્તિઓ હોય છે અને કેશ મશીન ખૂબ જ નાનું હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શકાતું નથી.
કર્મચારીઓનું કહેવું છે કે જો અમને કોરોના થઈ જાય તો તમે અંદાજ બાંધી શકો છો કે, કોઈપણ વિસ્તાર બાકી રહી નહી શકે. માટે સરકારને કે લાગતા વળગતા તંત્રને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવાની જરૂર છે. કારણ કે જો આમ કરવામાં નહીં આવે તો કોરોના પોઝિટિવની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતા સમયમાં બેંક કે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે છે કે પછી પ્રજાને આવા કોરોના સ્પાઇડર દ્વારા ખુલ્લેઆમ મરણ કતાર પર લાવીને છોડવામાં આવે છે.