અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી AMCના આસિસ્ટંટ એન્જીનીયર ગુમ થઈ ગયા હોવાની ઘટના બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉત્તર પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એન્જિનીયર રોહનભાઇ મિસ્ત્રી ગુમ થતા સોલા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. જોકે રોહન દ્વારા આખરી ચિઠ્ઠીમાં AMCના કામનુ ભારણ હોવાથી તણાવમાં હોવાથી ઘર છોડયું હોવાની વાત કરવામાં આવી હતી. જેના આધારે પરિવારજનોએ તેઓને શોધવામાં પોલીસની મદદ માંગી છે.
ચીઠ્ઠીમાં શુ હતું લખાણ : મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા રશ્મી મને માફ કરજો, હું ઘર છોડીને જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન ન કરતા. પરમ દિવસે માનસિક તણાવમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, પણ તમે બચાવી લીધેલો. એટલે હવે આત્મહત્યા નહીં કરું. બસ ઘર છોડીને જાવ છું. મારા બધા જ સાહેબો કલીગ ખૂબ જ સારા છે પણ Sorry..
મારી પાછળ સમય ન બગાડતા : મમ્મી, પપ્પા, અંકિતા, બ્રિજેશ, રશ્મી, સોરી હું જવાબદારીથી ભાગી રહ્યો છું. બ્રિજેશ મને માફ કરજે તારા ઉપર બહુ જવાબદારી નાખીને જાઉં છું. પણ હું આત્મહત્યા નહીં કરું. હું તને અડધેથી છોડીને જઈ રહ્યો છું. છેલ્લે મમ્મી પપ્પા તમે ટેન્શન ના લેતા. બસ બીજું કંઈ નથી મારા બાઈકની ચાવી મારી ઓફિસના ડ્રોવરમાં છે. મારી પાછળ સમય ન બગાડતા. મારી નોકરીની સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે આ જવાબદારીથી દૂર જઈ રહ્યો છું Sorry..
આ પણ વાંચો : મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી : આ ઘટનાને લઈને હાલ તો ચર્ચાનો વિષય જોવા મળ્યો છે. તેવામાં સોલા પોલીસે આ મામલે બ્રોડકાસ્ટ કરી તેઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. આ અંગે એ ડિવિઝનના ઇન્ચાર્જ ACP એચ.એમ કણસાગરાએ જણાવ્યું હતું કે, આ અંગે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી તેઓની શોધખોળ શરૂ કરી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બ્રોડકસ્ટ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Junagadh news: ડો. અતુલ ચગની આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર, સાંસદ રાજેેશ ચુડાસમા સામે પુત્રે કરી અરજી