ETV Bharat / state

ગુજરાતમાં ત્રણ પક્ષની એન્ટ્રી બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કઈ ગણતરીઓ મુખ્ય બનશે? - વિધાનસભાની ચૂંટણી

2022 વિધાનસભા ચૂંટણીને હજૂ થોડી વાર છે, પરંતુ જે રીતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભાજપ માટે મજબૂત પડકાર સામે આવ્યો છે, તે જોતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ માટેનું ગ્રાઉન્ડ વર્ક શરુ થઈ ગયું જ સમજો. 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકા ચૂંટણીઓનું મતદાન પણ યોજાઈ રહ્યું છે. ત્યારે 2 માર્ચે પરિણામના દિવસે રાજકીય પંડિતોની નજર ભાજપ ઉપરાંત અન્ય ત્રણ પક્ષો ભણી પણ રહેવાની છે કે, આ પક્ષો શું નવાજૂની કરી રહ્યાં છે. તો, ETV BHARTના આ વિશેષ અહેવાલમાં જાણીએ કે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કઇ કઇ ગણતરીઓ મુખ્ય બની રહેશે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Feb 27, 2021, 10:16 PM IST

  • ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ 2022માં યોજાશે
  • ભાજપ માટે ખડો થયો નવો પડકાર
  • સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઊભાં થયેલાં અન્ય પક્ષો ત્રીજો મોરચો ખોલશે?

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં હાલ 14મી વિધાનસભા ચાલી રહી છે, જેનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતું સત્ર પણ આગામી માસમાં યોજાશે. ઠીક આ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓના નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોના પરિણામ આવી ગયાં હશે. આ પરિણામોનું દરેક રાજકીય પક્ષ માટે ખૂબ જ મહત્ત્વનું બનવાનું છે. કારણ કે બે દાયકાથી સડસડાટ જઈ રહેલા ભારતીય જનતા પક્ષ માટે સ્પિડબ્રેકર બની ગયાં છે. એ આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની મોટી અસર છે. રાજ્યમાં મોટાભાગે તો ગુજરાતની જનતા સ્થિર સરકાર માટે સ્પષ્ટ મતદાન કરતી આવી છે, પરંતુ વર્ષોની શાંતિ અને સુરક્ષિતતાનો અહેસાસ નવા પડકારોને સામે ચાલીને નોંતરતાં જોવા મળતું હોય એ સમયનો ખેલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની મુખ્ય લડાઈની વચ્ચે ઊભરી આવેલી આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલમીન - આ ત્રણ પક્ષોએ ભલે બહુમતી નથી મેળવી પણ તેમનું બેઠકો જીતી જવું વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે નવું પરિમાણ બની રહેશે તે ચોક્કસ છે.

કોંગ્રેસ સિવાયના ત્રણ પક્ષોની થઈ જીત

આપ, બીએસપી અને એઆઈએમઆઈએમ આ ત્રણેયે તમે જૂઓ કોના મત કાપ્યાં છે? જવાબ છે મોટાભાગે કોંગ્રેસના. પ્રચારના ટીપીટીપીને નગારાં વાગે તેના ઘોંઘાટમાં જે જીત્યો તે શૂર એ ન્યાયે પણ લોકોએ આ અન્ય પક્ષોની વાત સાંભળી છે અને તેમને મત આપ્યાં છે. આ વાતને અવગણી દેવાનું ભાજપને ભારે પડી શકે છે. કોંગ્રેસની તો આ ચૂંટણીમાં એવી હાલત થઇ છે કે, હજૂ સુધી તેને બોલવાના પણ હોશ આવ્યાં નથી. રાજીવ ગાંધી ભવનનો સૂનકાર પીઢ કોંગ્રેસીઓની પીડાનો પ્રતિધ્વનિ આપી રહ્યો છે. પ્રદેશ નેતાગીરીમાં પ્રમુખ અમિત ચાવડાએ પહેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, અમે હાર્યાં છીએ પણ અમે વધુ સંઘર્ષ કરીને આગળ વધીશું. જોકે કદાચ કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમને કેટલો સાથ આપશે તે વિચારણાનો મુદ્દો છે. કમસે કમ બીજી માર્ચે આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામો પણ અતિમહત્વના બની રહેશે.

પૂરા જોશથી ત્રાટકશે અન્ય પક્ષ

હવે નવું એ છે કે આ ભાગમભાગમાં ભાજપને જ નહીં સુરતમાં કોર્પોરશનમાં મુખ્ય વિપક્ષ બનીને નોંધપાત્ર સફળતા મેળવનારી આમ આદમી પાર્ટી (આપ), જામનગરમાં કોઇ જ પ્રકારના પ્રચાર વિના પણ 3 બેઠકો લઇ આવનારી બીએસપી અને અમદાવાદમાં 7 બેઠકો જીતી લેનારી એઆઈએમઆઈએમ વિધાનસભા ચૂંટણીઓમાં પૂરા જોશથી ઝંપલાવશે એ નક્કી છે. કોંગ્રેસની સ્થિતિ સુધારવાના પ્રયત્નો હાઈ કમાન્ડ જે કરે તે, પણ આ પક્ષમાં ટિકીટને લઇને જે કરુણ સ્થિતિ થતી હોય છે, તેના કારણે માની શકાય કે કાર્યકર્તાઓ કરતાં નેતાઓ વધુ ધરાવતી પાર્ટી વિધાનસભા ચૂંટણીઓ માટે એકસંપ થઇને પ્રજા સુધી પહોંચે તેવી ધારણા વહેલી ગણાશે. એટલે સત્તાધારી ભાજપ સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે આપ, બીએસપી અને એઆઈએમઆઈએમનો એક નવો જ, ત્રીજો મોરચો ખુલી જાય તેવું બનવાનું છે. બની શકે કે આમાં કોઇને સાથે કોઇ કોઇ બેઠકો પર ગઠબંધનો પણ સર્જાય. કોંગ્રેસ પણ ગઠબંધન માટે હાથ લંબાવી શકે છે. મૂળ મુદ્દો એ કે ભાજપ સામે લડી શકાય તેવું વાતાવરણ ગુજરાતમાં બન્યું છે તે ચોક્ક્સ સામે આવી ગયું છે. તો મોકાનો ફાયદો લઇ ગુજરાતમાં મોટાપાયે બેઠકો જીતવાની રણનીતિ સંબંધિત પક્ષના સર્વેસર્વાઓએ ટૂંક સમયમાં જ ઘડી લેશે અને પૂરા જોશથી પંદરમી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રાટકશે.

કઇ કઇ વિધાનસભા બેઠકો બનશે નિશાન?

જે વિસ્તારમાં સ્થાનિક મતદારોના જૂથોને આકર્ષવામાં ત્રણ પક્ષ સફળ બન્યાં છે તેના માઇક્રો પોલિટિક્સને સમજી લઇએ. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી 160 બેઠક-હા, ભાજપને ફાળે વધુ એક બેઠક ગઇ છે, કોંગ્રેસને 24, એઆઈએમઆઈએમ 07 અને અપક્ષને મળી છે. અમદાવાદમાં આપ કોઇ પ્રભાવક અસર બનાવી શક્યો નથી તે ભાજપ માટે હાલપૂરતી રાહતની વાત છે. હવે વાત કરીએ અમદાવાદ શહેરના વિધાનસભા બેઠક વિસ્તારની તો અમદાવાદમાં કુલ 16 વિધાનસભા બેઠક અને બે લોકસભા બેઠક વિસ્તારનો સમાવેશ થાય છે. હજૂ પણ ઝીણવટથી જોઇએ તો એઆઈએમઆઈએમે જે જીત મેળવી તે કોંગ્રેસના મતવિસ્તારની છાપ ધરાવતો હતો. દરિયાપુર, જમાલુપુર, કાલુપુર ખાસ કરીને મુસ્લિમબહુલક વિસ્તાર રહ્યાં છે, જે પરંપરાથી કોંગ્રેસતરફી રહ્યાં છે. આમાં સેંધ પડી છે અને કોંગ્રેસનો રકાસ થયો છે. બહેરામપુરા જ્યાં એઆઈએમઆઈએમે કોંગ્રેસને બરાબર ટક્કર આપી હતી, તે પણ મુસ્લિમ મતદારો ધરાવે છે, દાણીલીમડા અને વટવામાં પણ તેવું છે. ત્યારે આ વિસ્તારોમાં પડતી વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં એઆઈએમઆઈએમ વધારે ધ્યાન કેન્દ્રિત કરશે તે નક્કી છે.

સુરતમાં આપની સફળતામાં પાટીદારોનો ફાળો

સુરતની સફળતામાં આપ માટે પાટીદારોનો સાથ વધુ મહત્ત્વનો બન્યો છે. પાસના અગ્રણીઓને ટિકિટને લઇને કોંગ્રેસ સામે ભારે અસંતોષ સર્જાયો હતો તેમને આપનું ઝાડુ પકડી લીધું હતું. જે મતોમાં પરિવર્તિત થઇને કોંગ્રેસને હાનિ પહોંચાડવાના હેતુ સાથે હતું નહીં કે ભાજપ નિશાન પર હતો. એટલે આપની સફળતાને અમદાવાદમાં એન્કેશ કરવી હશે તો પાટીદાર વર્ગને સાથે લઇ લેવા તરફ ધ્યાન આપવું પડશે. બાપુનગર, નિકોલ, ઇન્ડિયા કોલોની વગેરે વિધાનસભા બેઠકો પર આપ વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. બીએસપી મહાનગરપાલિકા ચૂંટણીના મેદાનમાં અમદાવાદમાં નજરે ચડી નથી, પણ હવે જામનગરની સફળતા પક્ષ સુપ્રીમો માયાવતીને વધુ પ્રયાસ કરવા પ્રેરશે અને રાજ્યના મહત્ત્વના શહેરમાં વિધાનસભા બેઠકો પર હાથી દોડાવવાનું આયોજન કરે તો તેના માટે અમરાઈવાડી, દાણીલીમડા, અસારવા, વટવા વિસ્તારમાં ધ્યાન આપવું ફરજિયાત છે. અહીં વસેલાં યુપીવાસીઓ તેમને કદાચ હકારાત્મક પ્રતિસાદ આપી શકે છે. તો, કુલ મળીને અમદાવાદની સોળ બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 12 બેઠક છે અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે તેમાંથી સાતેક બેઠકો એવી છે. જ્યાં ભાજપ સિવાયનો વિકલ્પ હોય તો મામલો બદલાઈ શકે છે. બાકી તો કોંગ્રેસની હાલની ચાર સીટ પણ નવા પક્ષોના આગમન સાથે જોખમમાં પડી જ ગઇ છે.

સુરતની વાત

અન્ય મહાનગરપાલિકાઓમાં જોઇએ તો સુરતમાં 8 વિધાનસભા બેઠકો છે ત્યાં આપને ફરીવાર આવકાર મળે તેની તમામ તૈયારીઓ પક્ષના વડા અરવિંદ કેજરીવાલની સભા અને સંબોધન સાથે શરુ થઈ ગઇ છે. આ શહેરમાં સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલાં પાટીદારો સહિતના મતદારો આપને કાયમી વિકલ્પ બનાવી લે તો ભાજપને ભારે પડવાનું છે. રાજ્યનું આ બીજું મહત્ત્વનું આર્થિક ગતિવિધિઓ ધરાવતું શહેર છે અને પરપ્રાંતીયોની મોટી વસતી પરિણામોમાં ઉલટફેર સર્જે તેવા આસાર છે. આ સ્થિતિનો લાભ લેવા માટે આપ તેની સો ટકા મહેનત કરશે તે નક્કી છે. એઆઈએમઆઈએમ પણ નજીકના ભરુચમાં જો જિલ્લા-તાલુકા ચૂંટણીઓમાં સફળતા મળે તો સુરત સુધી ફેલાવાનું વિચારી શકે છે.

વડોદરામાં હજૂ પણ અન્ય પક્ષો માટે ભોં ભારે

વડોદરામાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને શહેરમાં કુલ 5 વિધાનસભા બેઠકો પડે છે, પરંતુ અહીં પણ એઆઈએમઆઈએમ અને આપ બન્ને નસીબ અજમાવી શકે છે. કોમી તણાવ ધરાવતાં વિસ્તારોને પાંખમાં લઇને તે પ્રમાણે રણનીતિ ઘડીને આ વિસ્તારોની વિધાનસભા બેઠકો પર પ્રભાવ પડી શકે છે, તેવું હાલપૂરતું ચિત્ર દૂરદૂરના અંતરે જણાઈ રહ્યું છે એ જેમજેમ વિધાનસભા ચૂંટણી નજીક આવશે તેમતેમ સ્પષ્ટ થતું જશે.

જામનગરમાં હાથી તેજ દોડશે?

જામનગરમાં ભાજપ અને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. એમાં કોર્પોરેશન ચૂંટણીમાં બીએસપીના નિશાન પર ચૂંટાઈને આવેલા ત્રણ ઉમેદવારોમાં એક ભાજપના અસંતુષ્ટ એવા મહિલા ઉમેદવાર છે. તે જોતાં જામનગરમાં બીએસપી વિધાનસભા વિસ્તારમાં ઊભા રાખવા માટે ભાજપના ટિકિટવાંચ્છુ અસંતુષ્ટોને વધુ તક આપે તેવી ગણતરી હોઇ શકે છે. કોંગ્રેસ અને ભાજપ સામેના વિરોધી અવાજને વધુ મજબૂત બનાવવા આપ પણ અહીં મેદાનમાં આવી શકે છે.

ભાવનગરમાં સર્જાઈ શકે આ રીતનું નવું સમીકરણ

ભાવનગરની વાત કરીએ તો કુલ 7 વિધાનસભા બેઠકો પડે છે. ભાવનગરમાં ભાજપે સફળતા મેળવી છે અને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ પ્રભુત્વ રહે તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ જો વધુ જોર અજમાવે તો સરકારથી અસંતુષ્ટો તેને સાથ આપી શકે છે. જો આપ ભાવનગરમાં ઝૂકાવવા વિચારે તો તેણે એનસીપીની મદદ લેવા તૈયારી હોય કે કોંગ્રેસ સાથે મળીને મેદાનમાં આવે તેવી શક્યતાઓ વર્તાય છે.

રાજકોટ બનશે ભાજપ માટે મોટી તાકાત

રાજકોટ શહેરની આ સંદર્ભે વાત કરીએ તો રાજકોટમાં કુલ 4 વિધાનસભા બેઠકો પડે છે. રાજકોટમાં કોંગ્રેસના ડખા વધુ છે અને મુખ્યપ્રધાન વિજય રુપાણી પોતે રાજકોટના હોવાથી રાજકોટને પાછલા વર્ષોમાં મોટા વિકાસકાર્યોનો લાભ મળ્યો છે, ત્યારે અહીં જે પણ અન્ય પક્ષ આવવા વિચારશે તેને ખૂબ તૈયારીઓ સાથે આવવું પડશે. કોર્પોરેશન ચૂંટણીઓમાં 72માંથી ભાજપે 68 બેઠક જીતીને વિરોધમાં કોઇને બેસવા લાયક રહેવા દીધાં નથી. ત્યારે કોંગ્રેસની એક પેનલ સેવાસદનમા બેસીને પક્ષની ઓફિસ ખોલબંધ કર્યે રાખશે. આ સ્થિતિમાં અહીં આપને આવવું હશે તો અહીંપણ પાટીદાર વર્ગને પડખે લેવાની રણનીતિ અજમાવવી પડે તેમ છે. તેમ છતાં રાજકોટમાં કોઇ અન્ય પક્ષને મોટી સફળતા હાથ લાગે એવી ઓછી શક્યતાઓ છે.

ભાજપને આવી ગયો છે અંદાજ

ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે ETV Bharatને આ મુદ્દે પ્રતિક્રિયા જાણવા ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, અત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીઓને લઇને કોઇ તૈયારીઓનું આયોજન નથી. અત્યારે ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર ભાજપનું ધ્યાન કેન્દ્રીત છે. એમ પણ આ પ્રક્રિયાઓ સતત ચાલતી જ હોય છે. અત્યારે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ ભાજપે પૂર્ કરી લીધી છે. ભાજપ દરેક ચૂંટણી લડવા તૈયાર જ હોય છે. ભાજપનો કાર્યકર સતત ચાલતી આ પ્રક્રિયાનો ભાગ હોય છે.

કોંગ્રેસ ફરી હિંમતથી કામ લેશે

કોંગ્રેસ હાલ ખૂબ નિરાશાજનક સ્થિતિમાં છે. ત્યારે પ્રદેશ નેતાઓની આ વિશે પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં કોગ્રેસ હારી છે, લોકોને ખૂબ તકલીફ હોવા છતાં મતદારોના મત અમે મેળવી શક્યાં નથી. પણ મતદાનના દિવસે છેલ્લા અઢી કલાકમાં 21 ટકા મતદાન શંકા પ્રેરે તેવું રહ્યું છે. તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ ચોક્કસપણ હારનું મુલ્યાંકન કરશે, કયાં કાચા પડયાં તેનું ચિંતન કરાશે અને ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરીને કોંગ્રેસ આગળ વધશે. ત્રૂટિઓ દૂર કરીને 2022ની વિધાનસભા જીતવા માટે અમે ફરીથી ઉભા થઈશું અને ગુજરાતની પ્રજાને લાગે કે આ મારૂં ગુજરાત છે. ભાજપના ભય અને ભ્રષ્ટાચારના શાસનને અમે પ્રજા સમક્ષ ઉજાગર કરીશું. યુવાનોને રોજગારી અને ગરીબ- મધ્યમવર્ગને સારું શિક્ષણ અને આરોગ્યસેવાઓ મળે તે અમારા કામની પ્રાથમિકતા હશે. કોંગ્રેસ કદી હિંમત હારી નથી અને હવે અમે બમણાં જોરથી કામ કરીને જનતાની સેવા કરવા આવીશું.

સમગ્રતયા આકલન કરતાં કહેવાનું થાય છે કે આવનારી વિધાનસભા ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનશે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકોમાં 6 મહાનગરપાલિકાની કુલ 42 બેઠકો છે. છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હાલની સ્થિતિએ જો વિધાનસભાની ચૂંટણી કરાય તો આ છ મહાનગરપાલિકાની 42 બેઠકો ભાજપ જીતી જાય પણ રાજકીય સમીકરણો બદલાયાં છે, તે નક્કી છે. ભાજપે પણ આગામી ચૂંટણી માટે ચિંતન તો અવશ્ય કરવું જ પડશે. સોનાની થાળીમાં લોખંડનો બીજો ખીલો ન વાગે તેનું ધ્યાન પણ રાખવું પડશે. તેમ છતાં મતદારોને કળવાં અઘરા તો હોય છે.

અમદાવાદથી પારુલ રાવલ અને આશિષ પંચાલનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.