ETV Bharat / state

પંજાબના કેદી વાયા ગુજરાતથી ડ્રગ મંગાવે છે, દિલ્હી સુધી થવાની હતી ડિલિવરીઃ ભાટીયા

ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના (Gujarat ATS Indian cost Guard Join operation) સંયુક્ત ઑપરેશનમાં કચ્છના જખૌ વિસ્તારથી થોડે દૂર એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. જેમાં પાકિસ્તાનથી ડ્રગ લાવવામાં આવતું હતું. આ અંગેની ચોક્કસ બાતમીના આધારે આ અંગે એક ઑપરેશન (Gujarat ATS Drug Case) પ્લાન કરાયું હતું. જે અંગે DGP આશિષ ભાટીયા વિસ્તૃત માહિતી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, કરાચીમાંથી અબ્દુલા નામના વ્યક્તિએ ડ્રગ મોકલ્યું હતું. મોટા ભાગના ડ્રગનું ક્નેક્શન પંજાબ સુધીનું છે. ત્રીજો આ કેસ થયો એમાં અમૃતસર જેલ અને કપુરથલા જેલમાં રહેલા કેદીનું ક્નેક્શન સામે આવ્યું છે.

Etv Bharatપંજાબના કેદી વાયા ગુજરાતથી ડ્રગ મંગાવે છે, દિલ્હી સુધી થવાની હતી ડિલેવરીઃ ભાટીયા
પંજાબના કેદી વાયા ગુજરાતથી ડ્રગ મંગાવે છે, દિલ્હી સુધી થવાની હતી ડિલેવરીઃ ભાટીયા
author img

By

Published : Sep 14, 2022, 5:39 PM IST

Updated : Sep 14, 2022, 8:59 PM IST

અમદાવાદઃ ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે એક સંયુક્ત ઑપરેશનમાં (Gujarat ATS Indian cost Guard Join operation) પાકિસ્તાનથી ડિલેવરી માટે લાવવામાં આવતા ડ્રગ્સને જપ્ત કર્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બોટ અને 40 કિલો ડ્રગ પકડી પાડવામાં આવ્યું છે. જેની કિંમત કરોડોમાં (Gujarat ATS Drug Case) થાય છે. ખાસ વાત એ છે કે, પંજાબની જેલમાં બંધ રહેલા કેદીએ આ ડ્રગ મંગાવ્યું હતું. જે વાયા ગુજરાત થઈને આવ્યું છે. પણ પંજાબ અને દિલ્હી સુધી ડિલેવરી (Delhi Punjab Drug Delivery) થાય એ પહેલા જ ગુજરાત ATSની ટીમે પકડી લીધું છે. પંજાબની જેલમાં બંધ આ કેદી મૂળ નાઈજીરીયાનો છે. સમગ્ર નેટવર્ક જેલમાંથી ઑપરેટ થતું હોવાની વિગત સામે આવી છે.

પંજાબના કેદી વાયા ગુજરાતથી ડ્રગ મંગાવે છે, દિલ્હી સુધી થવાની હતી ડિલિવરીઃ ભાટીયા

આશિષ ભાટીયાએ કહ્યુંઃ કુલ મળીને આઠ આરોપીએ ડ્રગ કેસમાં ઝડપાયા છે. આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે વ્યક્તિઓ વોન્ટેડ છે. ચોક્કસ બાતમીના આધારે અમે વૉચમાં હતા ત્યારે પાકિસ્તાનની બોટ જોવા મળી હતી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી આ ઑપરેશન પાર પડ્યું છે. વેધર અમારા માટે ચેલેન્જ હતી. આ એક જોખમી ઑપરેશન હતુ. જેમાં ગુજરાત ATS સફળ થઈ છે. થોડી લીંક પંજાબના કેદીઓની લીંક નીકળી રહી છે. ભૂતકાળના કેસમાં પણ આ લીંક જોવા મળી હતી.

  • ATS Gujarat along with Indian Coast Guard jointly apprehended a Pakistani Boat with 6 crew & seized 40 kg of heroin worth Rs 200 Cr. Two residents of Delhi who came to take the delivery have also been arrested. Eight people incl 6 Pak nationals arrested: Gujarat DGP Ashish Bhatia pic.twitter.com/kIzVLMngMf

    — ANI (@ANI) September 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોરબી ડ્રગ કેસઃ મોરબીમાં વર્ષ 2021માં 146 કિલો હેરોઈન મળ્યું હતું. જેમાં ભોલા શુટર નામનો વ્યક્તિ ફીરોજપુર જેલમાં હતો. આ લીંક મળી હતી. પછી ટ્રાંસફર વોરંટથી અમદાવાદ લવાયો હતો. પછી એનું મૃત્યું ત્યાં થયું હતું. જે લોરેન્સ બિશ્નોઈ ગૅંગનો સભ્યો હતો. કરાચીમાંથી અબ્દુલા નામના વ્યક્તિએ ડ્રગ મોકલ્યું હતું. મોટા ભાગના ડ્રગનું ક્નેક્શન પંજાબ સુધીનું છે. ત્રીજો આ કેસ થયો એમાં અમૃતસર જેલ અને કપુરથલા જેલમાં રહેલા કેદીનું ક્નેક્શન સામે આવ્યું છે. હાલમાં જે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ATSની ટીમ જખૌ પોર્ટ પર જઈને છ પાકિસ્તાનના નાગરિકોની લઈ આવી છે. હવે એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.

મોબાઈલથી ઑપરેટઃ માફિયાઓ મોબાઈલ ફોનથી આ બધુ ઑપરેટ કરતા હોય છે. વોટ્સએપ અને વેબ કોલિંગ કરીને આવું કરતા હતા. ભોલા શુટરને તો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમુક આરોપીઓ જેલમાંથી ઑપરેટ કરતા હોય એવું જાણવા મળે છે. 40 કિલો ડ્રગમાંથી દિલ્હી, પંજાબમાં મોકલવાનું હતું. આ પૂછપરછ કરીશુ તો વધારે ખ્યાલ આવશે. આ બન્નેની મોટી પૂછપરછ કરાશે. દિલ્હી ક્નેક્શન પણ સામે આવ્યું છે.

બે વ્યક્તિ ડિલેવરી માટેઃ માહિતી એવી હતી કે, તેઓ ડિલેવરી લેવા માટે આવવાના હતા. એટલા માટે સતત એમના પર વૉચ હતી. બીજી ટીમ તૈયાર રાખવામાં આવી હતી. ગુજરાતથી પંજાબ, રાજસ્થાનની લેન્ડ બોર્ડર પર ફેન્સિગ છે. છતાં આ લોકો પોતાની રીતે પ્રયાસ કરે છે, કન્ટેનરમાં નાંખીને મોકલે છે. અટારી ચેકપોસ્ટ ઉપરથી પણ આ હેરોઈન પકડાયું હતું. આમાં મુખ્ય આરોપી ત્યાંથી અને ગુજરાતથી પણ ડ્રગ મંગાવ્યું હતું. જે જે ચેનલ મળે જે રીસોર્સ મળે એ પ્રકારે પ્રયાસ કરે છે. ગુડ્સ અને કસ્ટમના માધ્યમ છે એમાંથી પણ ડ્રગ આવે છે. પછી દરિયાઈ માર્ગે ડ્રગ આવે છે.

ત્રણ વર્ષથી સોફ્ટ વેઃ આ કોઈ પાંચથી છ મહિનાની વાત નથી. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ આવે છે. વર્ષ 2018માં જ્યારે જખૌથી ડ્રગ આવ્યું એ ઊંઝા થઈને છેક પંજાબ સુધીનો ક્નેક્ટ હતો. ગુજરાત એટીએસને વધારે પાવર આપવામાં આવ્યા છે એટલે સતત વૉચને કારણે વધારે ડ્રગ પકડાયું છે. આના માટે ઘણી મહેનત અને ઑપરેશન હોય છે. ખર્ચા પણ થાય છે. કોસ્ટ ગાર્ડ સાથે સંકલન થાય છે. ફાયરિંગ કરીને બોટ ભાગી ગઈ હોય એવા પણ કિસ્સાઓ છે. કેટલાક ઑપરેશન નિષ્ફળ પણ થયા છે. એમાં ઘણી વાર તેઓ ડ્રગ પાણીમાં નાંખી દે છે. જેને જપ્ત કરીને તપાસ કરવામાં આવે છે. આ ખૂબ જ સંવેદનશીલ ઑપરેશન હતું.

કરાંચીનો વિસ્તારઃ આવું જોખમ ખેડીને ગુજરાત એટીએસની ટીમે ઑપરેશન પાર પાડ્યું. હાલ તો છ પાકિસ્તાનીઓની પૂછપરછ કરવામાં આવશે. કરાંચીના અમુક વિસ્તારમાંથી તેઓ પસાર થયા હતા. આ એક બોટ છેક સુધી આવી હતી. ડિલેવરી કરવા માટે આવ્યા હતા. રસ્તામાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે એમના અટકાવી લીધા હતા. જખૌથી 50 નોટિકલ માઈલ દૂર આ ઑપરેશન કરાયું છે. 40 કિલો હેરોઈન ડ્રગની કિંમત 200 કરોડ છે. બે વ્યકિતઓ ડ્રગ લેવા માટે આવવાના હતા. અલ ક્યાસા નામની બોટ છેક સુધી આવી હતી. જખૌ પાસેથી પકડાઈ હતી. દિલ્હી અને પંજાબ સુધી આ વસ્તુ મોકલવાની હતી. આ અંગે પૂછપરછ ચાલું કરી દેવામાં આવી છે. 2022માં ગુજરાત એટીએસે કુલ 1328 કિલો ડ્રગ જપ્ત કરી લીધું છે. જેની કિંમત 6640 કરોડ રૂપિયા થાય છે. 31 આરોપીઓ ઝડપાયા છે. 22 પાકિસ્તાની અને 2 અફઘાન નેશનના છે.

Last Updated : Sep 14, 2022, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.