અમદાવાદ: લૉક ડાઉનની સૌથી વધુ અસર પરપ્રાંતીય લોકો પર જોવા મળી રહી છે. કોરોના વાઇરસની દહેશત દેશ અને સમગ્ર રાજ્યોમાં જોવા મળી રહી છે. તેવામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ સોનીની ચાલી વિસ્તાર પાસે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ભેગા થયાં હતાં. વતન પાછા જવાની આશા સાથે મોટી સંખ્યામાં ભેગા તો થયાં પરંતુ તરત પોલીસ દ્વારા ઘટનાસ્થળે હાલ તમામને સમજાવી પરત મોકલવવામાં આવ્યાં છે.
સોનીની ચાલી પાસે વતન જવા પરપ્રાંતીયોનું ટોળું ભેગું થતાં પોલીસે સમજાવીને પરત મોકલ્યાં - શ્રમિકો
લૉક ડાઉન 3.0માં પરપ્રાંતીયોની મોટી સંખ્યા ગુજરાતના મોટા આર્થિક નગરોના પ્રશાસન માટે વિકટ સમસ્યારુપ બની રહી છે. પરપ્રાંતીયોના હજારોની સંખ્યામાં ઉમટી પડતાં ટોળેટોળાંને સંભાળવા પોલિસ દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સોનીની ચાલી વિસ્તારમાં આમ બનતાં અહીંપણ પોલિસે શ્રમિકોને સમજાવીને પરત મોકલ્યાં હતાં.
સોનીની ચાલી પાસે વતન જવા પરપ્રાંતીયોનું ટોળું ભેગું થતાં પોલીસે સમજાવીને પરત મોકલ્યાં