ETV Bharat / state

Arvind Kejriwal : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી - મેટ્રો કોર્ટ

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. તેમણે મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની આગામી સુનાવણી 5 ઓગસ્ટે યોજાશે.

Arvind Kejriwal : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી

author img

By

Published : Jul 25, 2023, 8:15 PM IST

અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદીની ડીગ્રી વિવાદ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હવે તે કેસની સુનાવણી 5 ઓગસ્ટે થશે.

સમન્સ રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી : પીએમ નરેન્દ્ર મોદીની ડીગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 26 જુલાઈએ મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત નહી રહે. કેજરીવાલે સમન્સ રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે અને સેશન્સ કોર્ટમાં હવે 5 ઓગસ્ટે સુનાવણી થનાર છે.

ગુજરાત યુનિવર્સિટીનું નામ લીધું : ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદ કેસમાં 31 માર્ચ, 2023એ ચૂકાદો આપતાં પૂર્ણવિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડીગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યાર પછી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાનની ડીગ્રી મામલે અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતાં. તે બાબત ટ્વીટર હેન્ડલ પર મુકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સંજય સિંઘે વડાપ્રધાનની ડીગ્રીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો છે.

મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ : ગુજરાત યુનિવર્સિટી વતી કુલસચિવ ડો. પીયૂષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 મુજબ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. આજે મંગળવારે તે મુદ્દા પર અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગત સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ તરફી રજૂઆત થઈ હતી કે દિલ્હીમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં ઇમરજન્સી મિટિંગો ચાલી રહી છે. જેને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્હીથી સાંસદ સંજયસિંઘને મીટિંગમાં ઉપસ્થિત હોવાને લઈને તેમને આજની હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલ દ્વારા પણ કોઈ વાંધો લેવાયો નહોતો.

26 જુલાઈએ અરવિંદ કેજરીવાલ હાજર નહીં રહે : જો કે મેટ્રો કોર્ટે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પ્રમાણે ધારાસભ્યો અને સાંસદ સભ્યો સામેના કેસની સુનાવણી સમયસર અને ઝડપી ચલાવવા તથા તેનો રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. જેથી 15 દિવસમાં તેની સુનાવણી કરવી પડે. આથી કોર્ટે આરોપીઓને 26 જુલાઈએ હાજર રહેવા અને વધુ સુનાવણી નક્કી કરી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. જેથી મેટ્રો કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નોટીસ આપી છે. આ મુદ્દે સેશન્સ કોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થશે. એટલે કે અરવિંદ કેજરીવાલ 26 જુલાઈએ મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેશે નહી.

  1. PM Modi Degree Case: PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો, કેજરીવાલ તરફથી રિજોઇન્ડર દાખલ, વધુ સુનાવણી 21 જુલાઈએ થશે
  2. PM Modi Degree Controversy: ગુજરાત યુનિવસિર્ટી માનહાનિ કેસ મામલો, CM કેજરીવાલ તેમજ સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો આદેશ
  3. Ahmedabad News: કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને અમદાવાદ સેશન્સ કોર્ટે 21 વર્ષની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.