અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મિશન કર્મયોગી અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરુણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના 24 તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત (Arunachal Pradesh officials visit Gujarat) કરી માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં મુખ્યપ્રધાને રાજ્ય સરકારના ગરીબ-અંત્યોદય લક્ષી કાર્યક્રમોની સફળતા વર્ણવી છે. ગુજરાતના એક સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમૂલ ડેરી- સરદાર પટેલ મેમોરિયલ કરમસદ, અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકાની સિટીઝન સેન્ટ્રિક સર્વીસીસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ વગેરેની કામગીરી નિહાળી વિસ્તૃત જાણકારી તાલીમી અધિકારીઓ મેળવશે. (CM Bhupendra Patel guidance)
આ પણ વાંચો કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ
24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોના અધિકારીઓ અન્ય રાજ્યોના પ્રવાસ દ્વારા પ્રશાસનિક વ્યવસ્થાઓ, જનહિત અને પ્રજાલક્ષી કાર્યક્રમોના અમલીકરણ, પરિણામલક્ષી સફળતાથી પરિચિત થાય તે હેતુસર જેતે રાજ્યોના પ્રવાસ યોજવામાં આવે છે. તદ્દઅનુસાર, નોર્થ ઇસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશના આ 24 તાલીમી અધિકારીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે આ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરીને ગુજરાતના વિકાસ, વહીવટીતંત્રની અસરકારક અને પારદર્શી કામગીરી અંગે માર્ગદર્શન મેળ્યું હતું. તેમજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને સોલાર એનર્જીની વ્યાપક ઉપયોગથી લોકોને નિઃશુલ્ક વીજળી મેળવવા સાથે પોતાના ઉપયોગ બાદ વધારાની આવી વીજળી વેચીને આવકનું માધ્યમ પણ આ સૌર ઊર્જા કઇ રીતે બની શકે તેની વિસ્તૃત સમજ આ અધિકારીઓને આપી હતી. (Arunachal Pradesh officials visit CM)
જનસેવા કેન્દ્રની ગતિવિધિઓથી પરિચિત થશે મુખ્યપ્રધાને આ તાલીમી અધિકારીઓને શીખ આપતા કહ્યું કે, સામાન્ય માનવીને કોઈ (Training Officers in Gujarat)અગવડતા સરકાર સાથેના કામકાજમાં ન પડે તેમજ પ્રજાહિત યોજનાઓનો યોગ્ય લાભ લોકોને મળે તેવા સેવા દાયિત્વ થી તેઓ ફરજ રત રહેશે તો સફળતા અને લોકચાહના બેય અવશ્ય મળશે જ. આ તાલીમી અધિકારીઓ ગુજરાતમાં તેમના સાપ્તાહિક પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિયલ, અમૂલ ડેરી તેમજ રિલાયન્સ રિફાઇનરી મુલાકાત ઉપરાંત અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના સિટી સિવિક સેન્ટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સોલાર પાવર જનરેશન, જનસેવા કેન્દ્રની ગતિવિધિઓથી પરિચિત થશે. (Arunachal Pradesh Civil Services Training Officers)
આ પણ વાંચો CMO: વાસ્તુ શાસ્ત્ર મુજબ તૈયાર કરાઈ છે મુખ્યપ્રધાનની કચેરી, જુઓ અંદરનો નજારો
ગ્રામીણ વિકાસ કામો આ ઉપરાંત જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી, ગ્રામીણ વિકાસ કામોની સાઇટ વિઝીટ અને લોકો સાથે સંવાદ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્ઝ, મનરેગા વગેરેની કામગીરીથી પણ માહિતગાર થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અરુણાચલ પ્રદેશના આ તાલીમી અધિકારીઓની મુલાકાત બેઠકમાં મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સ્પીપા અમદાવાદના ડાયરેક્ટર જનરલ આર.સી.મીના તેમજ મુખ્યપ્રધાનના સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ 24 તાલીમી અધિકારીઓ તારીખ 27 ડિસેમ્બરે, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી પરત જશે. (24 officials of Arunachal Pradesh visit Gujarat)