પ્રોહિબિશનના ગુનાના કેસોમાં ઘણા બધા વકીલોએ હાઈકોર્ટમાંથી પોતાના કેસો પરત ખેંચે છે અને તેઓ હવે પહેલી અરજી મેજીસ્ટ્રેટ કોર્ટમાં કરશે અને પછી બાકી હોય તો રીવીઝન કોર્ટમાં કરશે અને પછી હાઈકોર્ટમાં આવશે. સીધા જ વાહનો છોડાવા માટે હાઈકોર્ટમાં કરવામા આવતી અરજી મામલે હાઈકોર્ટે આ મહ્તવનો નિર્ણય કર્યો છે. અને જે મેટરો નીચલી કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં આવી છે અને હાઈકોર્ટમાં પેંડીગ છે એ કેસ સુપ્રિમનો ચુકાદો ન આવે ત્યાં સુધી પેન્ડિંગ રાખવામાં આવશે, જેથી હાલની પરિસ્થિતિમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત થયેલા વાહનો નું ભવિષ્ય અનિશ્ચિત જણાઈ રહ્યુ છે.
![પ્રોહિબિશનના ગુનામાં જપ્ત થયેલા વહાન છોડાવવા સીધી હાઈકોર્ટમાં અરજી કરી શકાશે નહિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3727785_123.jpg)
આ મુદ્દે વાતચીત કરતા વકીલ પ્રણવ ત્રીવેદીએ જણાવ્યું કે મહત્વનો મુદ્દો છે કે જ્યારે વાહનો જપ્ત થાય છે અને તેને છોડાવા માટે સીધી અરજી હાઈકોર્ટમાં થાય છે, તો તે અરજી ગ્રાહ્ય છે કે નહી તે મુદ્દો મહત્વનો હતો. ઘણી અરજીઓ પેન્ડીંગ હતી તેમાં મોટાભાગના વકીલોએ અરજી પરત ખેચી છે અને કહ્યુ કે પહેલી અરજી અમે મેજીસ્ટ્રેટ કોર્ટમાં કરશુ અને પછી બાકી હોય તો રીવીઝન કોર્ટમાં કરશે અને પછી હાઈકોર્ટમાં આવશે.
![પ્રોહિબિશનના ગુનામાં જપ્ત થયેલા વહાન છોડાવવા સીધી હાઈકોર્ટમાં અરજી કરી શકાશે નહિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3727785_456.jpg)
જે અરજીઓમાં રીવીઝન કોર્ટ સામે હાઈકોર્ટમાં ચુકાદો થયો હતો તે ચુકાદાથી સુપ્રીમ કોર્ટમાં મેટર ગઈ છે અને ત્યા પડતર છે, જે અરજીઓમાં મેજીસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો આવી ગયો હોય રીવીઝન કોર્ટનો પણ ચુકાદો આવી ગયો હોય અને હાઈકોર્ટમાં પેંડીગ છે.
![પ્રોહિબિશનના ગુનામાં જપ્ત થયેલા વહાન છોડાવવા સીધી હાઈકોર્ટમાં અરજી કરી શકાશે નહિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-02-july-2019-prohibition-guna-ma-japt-thayela-vhan-chodavva-hc-sidhi-arji-kari-shkashe-nahi-photostory-7204960_02072019204146_0207f_1562080306_112.jpg)