ETV Bharat / state

ફી મુદ્દે ધરણાં કરે તે પહેલાં જ NSUIના પ્રમુખ સહિત અનેક આગેવાનની ધરપકડ - ધરણાં

NSUI દ્વારા છેલ્લા કેટલાય સમયથી શાળાઓ બંધ હોવા છતાં ફી વસૂલવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે NSUI દ્વારા ફી માફીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ધરણાં કરવાના હતાં, પરંતુ તે અગાઉ જ NSUIના પ્રમુખ સહિત આગેવાનોની પોલીસે મોડી રાતે ધરપકડ કરી હતી.

ahmedabad
NSUI ના પ્રમુખ સહિત અનેક આગેવાનોની ધરપકડ
author img

By

Published : Jul 6, 2020, 11:32 AM IST

ફી મુદ્દે ધરણાં કરે તે પહેલાં જ NSUIના પ્રમુખ સહિત અનેકની ધરપકડ

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કરવાના હતા ધરણાં

પોલીસ દ્વારા આગેવાનો તથા કાર્યકરોના નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરાઇ

અમદાવાદ: કોરોના વાઇરસના કારણે હજુ સરકાર દ્વારા શાળાઓ અને કોલેજ હાલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે વાલીઓ પાસે ફી ન વસૂલવા માટે પણ જણાવ્યું છે, તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. જેને પગલે સ્કૂલોમાં ફી ન વસૂલવામાં આવે અને પ્રથમ સત્રની ફી માફી કરવામાં આવે તે માટે NSUI દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ધરણાં કરવામાં આવી રહ્યાં છે. રવિવારે NSUIએ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

સોમવારના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ફી માફી લઈને ધરણાં કરવામાં આવશે. તેવી કાર્યક્રમની જાહેરાત થતાં જ મોડી રાતે પોલીસ દ્વારા ધરણાં અગાઉ જ NSUIના પ્રમુખ આસિફ પવાર સહિત અનેક આગેવાનો તથા કાર્યકરોની તેમના નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.