અમદાવાદ : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જે બ્લડ ડોનેશન માટે જાણીતી છે. તે સંસ્થા દ્વારા લોકોને બ્લડ તો આપવામાં આવે છે જ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને જે લોકોને જરૂર હોય તેમને રેડ ક્રોસ સોસાયટી દ્વારા અનાજ, કઠોળ, તેલ વગેરે સહિતની કીટ આપવામાં આવી હતી. આ કિટમાં 10-12 દિવસ જમવાનું બનાવી શકાય તેટલી વસ્તુઓ આપવામાં આવી છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોલીસ અને મ્યુનિસિપલ વિભાગ સાથે મળીને 5,000 કિટનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું.