ETV Bharat / state

Corruption in AMC Road : AMCના રોડ રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર, 934 કરોડના રોડ માત્ર કાગળ પર - Road Budget in Ahmedabad

અમદાવાદ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા તેને લઈને ભ્રષ્ટાચારનો (Corruption in AMC Road) આરોપ મૂક્યો હતો. વિરોધપક્ષનું કહેવું છે 934 કરોડના રોડની જોગવાઈ માત્ર કાગળ પર જ થઈ છે.

Corruption in AMC Road : AMCના રોડ રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરને આવેદન, 934 કરોડના રોડ માત્ર કાગળ પર

author img

By

Published : Feb 4, 2022, 12:34 PM IST

Updated : Feb 4, 2022, 5:19 PM IST

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા મેયરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં રોડ રસ્તા નબળી કામગીરી અને રોડ રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર આરોપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા તેને લઈને ભ્રષ્ટાચારનો (Corruption in AMC Road) આરોપ મૂક્યો હતો. વિરોધ પક્ષનુ કહેવું છે કે, 934 કરોડના રોડની જોગવાઈ માત્ર કાગળ પર જ થઈ છે.

AMCના રોડ રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરને આવેદન

934.75 કરોડમાં રોડના કામ માત્ર કાગળ પર જ

અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન 934.75 કરોડના ખર્ચે 666 નાના મોટા ખાડા પર રોડ બનાવવા માટે બજેટ (Road Budget in Ahmedabad) ફાળવવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષના બજેટની કામગીરી પૂર્ણ થવાની માત્ર 2 મહિના જ બાકી છે. તેમ છતાં 350 કરોડના કામો કરી શક્યા નથી. તો સાથે સાથે 934.75 કરોડના રોડ પરના કામ હજુ માત્ર કાગળ પર જ મુકવામાં આવ્યા છે તેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગત ચોમાસામાં પડેલા રોડ પર ખાડા થોડા દિવસ પહેલા જ પૂરવામાં આવ્યા હતા. તેમ છતાં તે રોડની હાલત બદતર જોવા મળી રહી છે. નક્કી કરેલા સમયથી પણ વધારે કોન્ટ્રેક્ટર કરી રહ્યા છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો તેવું સાબિત માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ જામનગર મનપા કમિશ્નર સામે મહિલા કોર્પોરેટર રડી પડી, જાણો કેમ?

ભુતકાળમાં કોન્ટ્રાક્ટર પાસેથી 10 ટકા ડીપોઝીટ લેવાતી હતી

ભૂતકાળમાં રોડની પાંચ વર્ષની ગેરંટી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતી હતી. તેને 10 ટકા રકમ ડીપોઝીટ રાખવામાં આવતી હતી. તે સમયમાં બનેલા રોડની હાલત હજુ સલામત છે. ત્યારે બીજી બાજુ ચોમાસામાં જ બનેલા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેથી અમદાવાદના મેયરને આવેદન (Opposition Petition to the Mayor Regarding Corruption) આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં જે રોડ રસ્તા ખરાબ છે. તેને જલ્દી સમારકામ કરવામાં આવે અને ગયા વર્ષના બજેટની રકમ હજુ સુધી વાપરવામાં આવી નથી. તે પણ વાપરવામાં આવે શહેરની જનતાને સારી કક્ષાના રોડ રસ્તા આપવામાં આવે તે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Mann ki baat માં PM મોદીએ કહ્યું- "જ્યાં કર્તવ્ય સર્વોપરી છે, ત્યાં ભ્રષ્ટાચાર ન હોઈ શકે"

Last Updated : Feb 4, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.