ETV Bharat / state

Rath Yatra 2023: રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ, અજાણ્યા ડ્રોન દેખાતા જ કરાશે કાર્યવાહી - અજાણ્યા ડ્રોન દેખાતા જ કરાશે કાર્યવાહી

લાખો લોકો રથયાત્રામાં સામેલ હોવાથી કોઈ મોટી દૂર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ સજ્જ છે. પ્રથમ વખત ભેદી ડ્રોન દેખાશે તો તેને દૂર ખસેડવા ઉપરાંત તોડી પાડવાની ક્ષમતા ધરાવતી ગનનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસને તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે.

anti-drone-gun-will-be-used-for-the-first-time-in-rath-yatra-2023-action-on-unknown-drone-is-seen

author img

By

Published : Jun 18, 2023, 6:29 PM IST

રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ભગવાન શ્રી જગન્નાથની 146 મી રથયાત્રાને આડે એક દિવસનો સમય બાકી રહ્યો હોય તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. 25,000 જેટલો પોલીસ બંદોબસ્ત રથયાત્રાના રૂટ ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વખતે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં શહેર પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરીને રથયાત્રામાં દર્શન માટે લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે.

એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ: આ વખતે રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવનાર છે. જેથી રથયાત્રાના દિવસે રથયાત્રાના રૂટ ઉપર તેમજ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિર તેની આસપાસના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડે તો તે ડ્રોનને ટ્રેક કરીને તોડી પાડી શકાય તે પ્રકારની તૈયારી શહેર પોલીસએ દર્શાવી છે.

'રથયાત્રાને લઈને છેલ્લા બે મહિનાથી પોલીસ દ્વારા સતત અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવી હતી અને હવે રથયાત્રાનો દિવસ આવી ગયો છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને લઈને તમામ કામગીરી કરી દેવામાં આવી છે. આ વખતની રથયાત્રામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થશે. રથયાત્રાના રૂટ ઉપરના સીસીટીવી કેમેરા તેમજ અન્ય કેમેરા થકી અને ડ્રોન થકી નજર રાખવામાં આવશે. અલગ અલગ કંટ્રોલરૂમ પર પણ પોલીસ દ્વારા રથયાત્રાને લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. 2500 જેટલા બોડીવોર્ન કેમેરામાંથી અનેક કેમેરાનું લાઈવ મોનિટરિંગ કંટ્રોલરૂમથી થશે.' -પ્રેમવીરસિંઘ યાદવ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર

ગ્રાન્ડ રિહર્સલ: શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર સહિતના અનેક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની સાથોસાથ પેરામીલીટરી ફોર્સના જવાનો પણ રોડ ઉપર રિહર્સલમાં જોડાયા હતા. શહેરના રથયાત્રાના રોડ ઉપર પોલીસ દ્વારા ડ્રોન થકી પણ સર્વેલસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તૈયારી: રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા ગુનેગારોને પણ પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સાથો સાથ અલગ અલગ જગ્યા ઉપર શાંતિ સમિતિની મીટીંગ, મહોલ્લા મીટીંગ તેમજ મહિલા મિટિંગ યોજીને પોલીસની સાથોસાથ સ્થાનિક લોકોની પણ મદદ લઈને રથયાત્રા સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને કામગીરી કરવામાં આવી છે.

સહાયતા કેન્દ્ર: અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ જગ્યા ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર પણ રાખવામાં આવ્યા છે. જેથી કરીને રથયાત્રા દરમિયાન કોઈપણ વ્યક્તિને પોલીસની મદદની જરૂર પડે તો તેને સમયસર મદદ પહોંચાડી શકાય. રથયાત્રામાં અલગ અલગ જગ્યાઓ પર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને પોલીસે રથયાત્રાના રૂટ પરની આસપાસના પ્રાથમિક સારવાર કેન્દ્રો પણ તે દિવસે દિવસ દરમિયાન પણ ચાલુ રાખવામાં આવે તે પ્રકારની કામગીરી કરી છે.

હોસ્પિટલના તંત્ર સાથે સંકલન: કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની પ્રાથમિક સારવારની જરૂર પડે તો તેને સમયસર સારવાર આપી શકાય અને જરૂર પડે તો 108 મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરની પાંચ જેટલી હોસ્પિટલોને પણ આ બાબતોને લઈને પોલીસ દ્વારા અગાઉથી સંકલન કરી જાણ કરી દીધી છે જેથી કરીને હોસ્પિટલ તંત્ર પણ રથયાત્રાના દિવસે સજાગ રહેશે.

રથયાત્રા પર બાજ નજર: ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને પગલે અમદાવાદ શહેર પોલીસની સાથોસાથ ગૃહ વિભાગ પણ સંકલનમાં જોડાયું છે અને ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થકી પણ રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રોડ ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ નિરીક્ષણ કર્યું હતું.

  1. Rathyatra 2023: ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા
  2. Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.