અમદાવાદ: ભારતની અંદર આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદી અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ 75 વર્ષમાં ભારત અલગ અલગ ક્ષેત્રે ખૂબ જ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં સામેલ ભારતીય રેલવે એક અલગ જ મુકામ હાંસિલ કરી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર અનેક પ્રોજેક્ટ અમલમાં મુકી રહી છે. વંદે ભારત, લેટ ટ્રેનનો પણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ મંડળમાં આવતા 16 જેટલા સ્ટેશનોને નવું રૂપ આપવામાં આવશે.
રેલ્વે દેશના લોકો માટે નવી લાઈફલાઈન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. જેમાં આજે રેલવેમાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. દેશના પ્રમુખ રેલ્વે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. જેમાંથી આજે 508 જેટલા રેલ્વે સ્ટેશનનો શિલાન્યાશ કરવામાં આવ્યો છે. આ તમામ રેલ્વે સ્ટેશનમાં વિશ્વકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. રેલ્વેએ દેશના લોકો માટે એક નવી લાઈફલાઈન તરીકે ઓળખવામાં આવે છે એને રેલવેની ઓળખ પણ તેના શહેર સાથે જ જોડવામાં આવશે. નાગાલેન્ડમાં 100 વર્ષ બાદ બીજું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. રેલવેના 70 હજાર ખર્ચમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.
ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ થશે: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને રેલવે, રોડ અને હવાઈ સેવામાં વિકાસમાં બહાર મુકવામાં આવ્યો છે. જેમાં રેલવે સ્ટેશનમાં વિશ્વ કક્ષા સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આજે દેશના જેટલા 508 રેલવે સ્ટેશન વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે થકી દેશની રેલવે દ્વારા ત્યાંની સંસ્કૃતિ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
500થી વધુ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ: આજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતીય રેલ્વેના 500થી વધુ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, ન્યુ ભુજ, ભચાઉ, પાટણ,હિંમતનગર, વિરમગામ અને ધાંગધ્રા, જેમાં અમદાવાદ શહેરના અસારવા, મણીનગર, ચાંદલોડિયા, વટવા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.
ગુજરાતના કેટલા રેલવે સ્ટેશન: ગુજરાતના 21 સ્ટેશનોને રીડેવલપઅપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અસારવા રેલ્વે સ્ટેશનને 25 કરોડ 32 લાખ, મણીનગર રેલ્વે સ્ટેશનને 10 કરોડ 26 લાખ, ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનને 48 કરોડ 18 લાખ, વટવા રેલ્વે સ્ટેશનને 26 કરોડ 63 લાખ, સામખીયાળી રેલવે સ્ટેશનને 13 કરોડ 64 લાખ, સિધ્ધપુર રેલવે સ્ટેશનને 41 કરોડ 13 લાખ, ઉંઝા રેલવે સ્ટેશનને 30 કરોડ 1 લાખ, મહેસાણા રેલ્વે સ્ટેશનને 48 કરોડ 34 લાખ, ભીલડી રેલવે સ્ટેશનને 10 કરોડ 96 લાખ, હિંમતનગર રેલ્વે સ્ટેશનને 43 કરોડ 9 લાખ, ભચાઉ રેલવે સ્ટેશનને 41 કરોડ 27 લાખ, વિરમગામ રેલ્વે સ્ટેશનને 39 કરોડ 12 લાખ, ધાંગધ્રા રેલવે સ્ટેશનને 16 કરોડ 7 લાખ, કલોલ રેલ્વે સ્ટેશનને 37 કરોડ 72 લાખ, પાલનપુર રેલવે સ્ટેશનને 47 કરોડ 91 લાખ અને પાટણ રેલ્વે સ્ટેશનને 32 કરોડ 30 લાખના ખર્ચે રીડેલઅપ કરવામાં આવશે.