વેજલપુરથી રોડ શો:
- સવારે સાડા નવ વાગ્યાથી રોડ શો શરૂ થયો હતો. વણઝર, સરખેજ ગામ-રોજા, શ્રીનંદનગર,
- જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, હરણ સર્કલ, જોધપુર ચાર રસ્તા,
- માનસી સર્કલ થઈ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12.30 કલાકે રોડ શો પુરો થશે.
નિર્મલા સીતારામન ગુજરાતમાં
- સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન સવારે 11 વાગ્યે વડોદરામાં જ્યુબિલી બાગ રેલી સંબોધશે.
- બપોરે 3 વાગ્યે આણંદ ટાઉન હોલમાં મહિલા સંમેલનમાં હાજરી આપશે.
- સાંજે 6.30 વાગ્યે ગાંધીનગર લોકસભામાં આર. કે. રોયલ હોલ સાયન્સ સિટી રોડ, અમદાવાદ સંબોધન કરશે.
આજે ભાજપનો સ્થાપના દિવસ હોય તે નિમિતે આજે ભાજપા અધ્યક્ષ અમિત શાહ અમદાવાદના વેજલપુરથી પોતાના રોડ શો ની શરૂઆત કરી વણઝાર ગામ, સરખેજ, જીવરાજ પાર્ક, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઇ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12.30 કલાકે આ રોડ શો ને પુર્ણ કરશે. ત્યાર બાદ તે બીજા તબક્કામાં રાણીપથી સાંજે રોડ શો દ્વારા પ્રચાર પ્રસાર કરશે.
અમિત શાહના રોડ શોને લઈ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનો પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો છે. SOG અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર છે.