ETV Bharat / state

Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા

author img

By

Published : Mar 26, 2022, 6:34 PM IST

Updated : Mar 26, 2022, 8:50 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં AMC દ્વારા નિર્મિત 307 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. અમિત શાહે આ સાથે ચૂંટણીલક્ષી વાતો લોકોને કહી હતી. જાણવા કરો ક્લિક.

Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા
Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા

અમદાવાદઃ ગૃહ પ્રધાન અમિત શાહની વિશેષ ઉપસ્થિતમાં આજે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે AMC દ્વારા નિર્મિત 307 કરોડના અલગ અલગ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા(Amit Shah Sola Program)કાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાયો છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતીયુક્ત બને તે દિશામાં અમિત શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકાર્પણ અને ખાતમુહૂર્ત

અમિત શાહનું સંબોધન - ઘણા સમય પછી ગુજરાતમાં આવ્યો છું. હું વિકાસના કામો માટે થઈ આવ્યો છું. સવારે પણ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. કોરોનાકાળ હોવા છતાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કોઈ વિકાસના કામો અટવાયા નથી. અંદાજે 350 કરોડ કામોનું આજે લોકાર્પણ કર્યું છે. કરોડો રૂપિયાના કામોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 826 આવાસો આજે મળવાના છે. 826 પરિવારો આજે ઘરના ઘરમાં જવાના કામો નરેન્દ્ર મોદીએ કર્યું છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં કચરામાંથી કંચન બનાવવાનું કામ સરકારે કર્યું છે.અનેક વિકાસના કામોથી ગાંધીનગર મતક્ષેત્રના લોકોને સેવાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ યાત્રાની શરૂ કરી છે.

કોંગ્રેસ પર અમિત શાહે આકરા પ્રહારો કર્યા - કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે આપ્યું નિવેદન કે કોંગ્રેસના શાસનમાં ક્યાં પ્રકારના અત્યાચારો થયા છે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ કાશ્મીરમાંથી ધારા 370ને હટાવી દીધી આ એક જ ક્ષણે આ નિર્ણય કરવામાં આવ્યો. કાશ્મીર ફિલ્મ ન જોઈ હોય તો જોઈ લેજો. કેટલા અત્યાચારો થયા હતા. કોરોનાકાળમાં રાહુલ બાબા માત્ર ટ્વીટ પર ટ્વીટ કરતા હતાં. પરંતુ વડાપ્રધાને તમામ સેવકોને કામે લગાવી પ્રજાની સેવા કરવા મોકલ્યા હતા. કોરોના કાળની ત્રીજી લહેરમાં વડાપ્રધાને આપેલી રસી થકી લોકો બચી ગયા છે. 60 કરોડ લોકોને બે વર્ષ સુધી મફત અનાજ આપવાનું કામ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરા આગળ વધી રહી છે. ગાંધીનગર લોકસભાની આદર્શ લોકસભા બનાવવા સૌ સાથે મળી કામ કરીશું. જેમને નવા ઘરો મળવાના તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ
પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ

અમિત શાહે લોકાર્પણ કર્યું - અમદાવાદના પશ્ચિમ ઝોનના નારણપુરા વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘાટલોડિયા વોર્ડમાં થલતેજ, ગોતા તથા સોલા હેબતપુરમાં 826 ઇ.ડબ્લ્યુ.એસ.આવાસો, સરખેજ વોર્ડમાં મકરબા ક્રોસિંગથી ટોરેન્ટ ક્રોસિંગ સુધી ગાર્ડન ડેવલપમેન્ટ, ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા થલતેજ વોર્ડમાં બોપલ ઇકોલોજી પાર્કનું ડેવલપમેન્ટ, કોતરપુર વોટર વર્ક્સ ખાતે 300 એમ એલ ડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Amit Shah at Kalol: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં પાર્ટી કાર્યકરના ઘરે લીધી મુલાકાત

ગૃહપ્રધાને ખાતમુહૂર્ત કર્યા - ગૃહપ્રધાને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા છે. તેમાં ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન તથા થલતેજ વોર્ડમાં વિશ્રામ નગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરિયામાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું ખાતમુહૂર્ત કર્યું છે.થલતેજ વોર્ડમાં સિંધુભવન રોડ ઉપર પાર્ટી પ્લોટ તથા કોમ્યુનીટી હોલ, ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં આવેલ ગોતા વોર્ડ ઓફિસને વર્ટીકલ એક્સટેન્શન, ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં આવેલ સાયન્સ સીટી તથા ગોતા ગામ વિસ્તારમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં આવેલ શીલજ તળાવની ફરતે અંદાજિત 50 હજાર ચો.મી. વિસ્તારમાં “ આરોગ્ય વન, કોતરપુર વોટર વર્કસથી સાબરમતી નદી પર બ્રિજ બનાવી બ્રિજ પર થઈ ભાટ સર્કલ થઈ વિસત તરફ જતા રોડ પર પ્રમુખ સ્વામી મહારાજ રોડ સૃષ્ટિ આર્કેડ સુધી પાણીની ટ્રન્ક મેઇન લાઇનનું ખાતમુહૂર્ત કર્યું છે.

આ પણ વાંચોઃ Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

Last Updated : Mar 26, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.