અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને કેટલાંક દિવસથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અમિત શાહના બહેનનું નિધન થતા શાહે આજે પોતાના તમામ કાર્યક્રમને રદ કરી નાખ્યાં છે. જે અંતર્ગત અમિત શાહે બનાસકાંઠા અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કાર્યક્રમને રદ કરી નાખ્યો છે. ફ્લાઈટ દ્વારા મુંબઈથી રાજેશ્વરીબેનના પાર્થિવદેહને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસ સ્થાન રેસીડેન્સ મેપલ ટ્રી ખાતે રાજેશ્વરીબેનનો પાર્થિવદેહ લાવવામાં આવી રહ્યો છે. આ અંગેની માહિતી મળતા સ્નેહીજનો અને સમર્થકો તેમના નિવાસ સ્થાને
Amit Shah Sister Passes Away: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બહેનનું નિધન, ગૃહપ્રધાને તમામ કાર્યક્રમો કર્યા રદ્ - Rajeshwari ben Passes Away
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને કેટલાંક દિવસથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
Published : Jan 15, 2024, 1:00 PM IST