ETV Bharat / state

ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે - શાહ ગુજરાતની મુલાકાતે

ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લા અને તેમના લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર વિગતવાર ..

ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસય ગુજરાતની મુલાકાતે

author img

By

Published : Aug 28, 2021, 7:49 AM IST

Updated : Aug 28, 2021, 8:21 AM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસય ગુજરાતની મુલાકાતે
  • ગૃહપ્રધાન તેમના મતવિસ્તારમાં વિકાસના કામોની કરશે સમીક્ષા
  • અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે વિકાસ સંકલન બેઠકમાં હાજરી આપશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લા અને તેમના લોકસભા મતવિસ્તારમાં વિકાસના કામોની સમીક્ષા કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ માહિતી આપી હતી. મીડિયાને આપવામાં આવેલા અંદાજિત સમયપત્રક મુજબ, શાહ શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત

બેઠકમાં ગૃહપ્રધાન પણ હજરી આપશે

જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠક જે જિલ્લામાં વિવિધ લોકલક્ષી વિકાસ કાર્યોના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વધુ સારી રીતે સંકલન સુનિશ્ચિત કરે છે. શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (ડીશા) ની બેઠક યોજાશે. જેમાં ગૃહપ્રધાન પણ હજરી આપશે.

જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ યોજાશે બેઠક

જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની આ બેઠકમાં અમદાવાદ જિલ્લાની સાંસદો, ધારાસભ્યો અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના વડાઓ ઉપસ્થિત રહેશે. શાહ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી લોકસભાના સભ્ય છે અને શહેરનો કેટલોક ભાગ તેમના મતવિસ્તાર હેઠળ આવે છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવનાઓ

બોડકદેવ ખાતે કોર્પોરેશન કચેરી ખાતે પણ બેઠક યોજાશે

29 ઓગસ્ટના રોજ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા માટે સમીક્ષા બેઠક કરશે. ત્યાર બાદ બોડકદેવ ખાતે કોર્પોરેશન કચેરી ખાતે પણ બેઠક યોજાશે.

મીઠાઈ વિતરણ કાર્યક્રમમાં શાહ આપશે હાજરી

અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ નગર નજીક નિધરાદ ગામમાં પોષણ અભિયાનના ભાગરૂપે મીઠાઈ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે. પોષણ અભિયાન 2022 સુધીમાં ભારતને કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારની એક યોજના છે.

Last Updated : Aug 28, 2021, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.