અમદાવાદ ખાતે નેહરુબ્રિજ પાસે આવેલ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નમન કરીને ઇન્દુચાચાને યાદ કર્યા હતા. જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગી કાર્યકરોએ પણ ગુજરાતના 60માં સ્થાપનાદિન નિમિત્તે ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફુલહાર ચડાવીને નમન કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખે ગુજરાતના ગૌરવાન્તિ ઇતિહાસને યાદ કરતા કહ્યું કે, "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત" અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતઓને ગુજરાત સ્થાપનાદિનની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત સ્થાપના દિને અમિત ચાવડાએ ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કર્યા
અમદાવાદ: 1લી મે ગુજરાતનો 60મો સ્થાપના દિન હતો અને સમગ્ર ગુજરાતમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકીય પક્ષના નેતાઓ પણ આ દિન નિમિત્તે ગુજરાતવાસીઓને સ્થાપનાદિનની શુભેચ્છાઓ પાઠવી હતી બુધવારે કોંગ્જકૈરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને નમન કરીને માલ્યાઅર્પણ કર્યું હતું.