ETV Bharat / state

'વાડ જ ચીભડા ગળે' આ કહેવતને સાચી ઠેરવી ... 2.32 કરોડ લઈ ફરાર મેનેજર ઝડપાયો - Finance

અમદાવાદઃ શહેરમાં ફાયનાન્સ કંપનીમાં 15 દિવસ અગાઉ મેનેજર જ લોકોના ગિરવી મુકેલા દાગીના અને રોકડ રકમ લઇને ફરાર થયો છે, આરોપી મેનેજર કુલ 2.32 કરોડનો મુદ્દમાલ ચોરી કરીને નાસી ગયો છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપી અને તેના અન્ય બે સાથીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.

'વાડ જ ચીભડા ગળે' આ કહેવતને સાચી ઠેરવી ... 2.32 કરોડ લઈ ફરાર થયો મેનેજર
author img

By

Published : Jun 27, 2019, 7:54 PM IST

શહેરના મેઘાણીનગર વિસ્તારની ફાયનાન્સ કંપનીમાં ગત 12 જૂનના રોજ કંપનીમાં કામ કરનાર મેનેજરે જ તિજોરીમાં રાખેલ 14 કિલો 700 ગ્રામના સોનાના ઘરેણા અને રોકડ રકમ કુલ 2.32 કરોડની રકમનો માલ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ફાયનાન્સ કંપનીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.

'વાડ જ ચીભડા ગળે' આ કહેવતને સાચી ઠેરવી ... 2.32 કરોડ લઈ ફરાર થયો મેનેજર

પોલીસે 4 અલગ અલગ ટીમ બનાવી અનેક શહેરોમાં તપાસ શરુ કરી હતી, ત્યારે આ ગુનાનો આરોપી અમીધાર બારોટ અને તેના અન્ય બે સાથી દિલીપ રાઠોડ અને સુરજ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આરોપી ચોરી કર્યા બાદ માઉન્ટ આબુ તેના સાથીઓ સાથે ગયો હતો અને ચોરીનો માલ મહેસાણા ખાતે એક મિત્રના ઘરે રાખ્યો હતો. ત્યારબાદ આરોપી જુનાગઢ અને સુરત પણ ગયો હતો, જેની પોલીસે બરોડા હાઈવે પરથી પોલીસે ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, સોનાના પેકેટો પૈકીનું એક પેકેટ ફાયનાન્સમાં ગીરવી મુક્યું હતું, જેની બદલે પૈસા લીધા હતા. આરોપીઓએ 1.50 લાખ જેટલી રકમ ખર્ચ કરી દીધી હતી. મુખ્ય આરોપી અમીધર બારોટ 1 મહિના અગાઉ જ મેનેજર તરીકે નોકરી લાગ્યો હતો અને તેના મિત્ર દિલીપ રાઠોડના કહેવા પ્રમાણે તેને કાવતરું ઘડ્યું હતું અને ચોરી કરી હતી. બનાવના દિવસે આરોપી મેનેજરે સીસીટીવી બંધ કરી દીધા હતા અને પોતાની સાથે મોટી બેગ લઈને આવ્યો હતો અને અન્ય સ્ટાફને બહારથી સીધો આવ્યો હોવાનું જણાવ્યું હતું. અરોપી પાસે પણ તિજોરીની એક ચાવી હતી, જેની મદદથી તીજારોમાં રહેલા ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થયો હતો.

પોલીસ દ્વારા ફાયનાનસમાં આરોપીએ આપેલ સોનાનું પેકેટ કબજે કરવામાં આવશે સાથે જ આરોપીઓ જે જગ્યાએ ગયા હતા ત્યાં જઈને પણ તપાસ કરવામાં આવશે. પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ વિષે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

R_GJ_AHD_02_27_JUN_2019_FINANACE_CHORI_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

માત્ર ૧ મહિનાની નોકરીમાં જ કંપનીમાં ૨.૩૨ કરોડની ચોરી કરનાર મેનેજર ઝડપાયો...

અમદાવાદમાં આવેલી ફાયનાન્સ કંપનીમાં ૧૫ દિવસ અગાઉ મેનેજર જ લોકોના ગીરવી મુકેલા દાગીના અને રોકડ રકમ એમ કુલ ૨.૩૨ કરોડનો મુદ્દમાલ ચોરી કરીને નાસી ગયો જે અંગે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપી અને તેના અન્ય બે સાથીઓને ઝડપી પાડ્યા છે.સાથે જ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફાયનાન્સ કંપનીમાં ગત 12 જુનના રોજ કંપનીમાં કામ કરનાર મેનેજરે જ તિજોરીમાં રાખેલ ૧૪કિલો ૭૦૦ ગ્રામના સોનાના ઘરેણા અને રોકડ રકમ એમ કુલ ૨.૩૨ કરોડની રકમનો માલ ચોરીને ફરાર થઈ ગયો હતો.આ અંગે ફાયનાન્સ કંપનીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.

પોલીસે ૪ અલગ અલગ ટીમ બનાવી અનેક શહેરોમાં તપાસ શરુ કરી હતી ત્યારે આ ગુનાનો આરોપી અમીધાર બારોટ અને તેના અન્ય બે સાથી દિલીપ રાઠોડ અને સુરજ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.આરોપી ચોરી કર્યા બાદ માઉન્ટ આબુ તેના સાથીઓ સાથે ગયો હતો અને ચોરીનો માલ મહેસાણા ખાતે એક મિત્રના ઘરે રાખ્યો હતો.ત્યારબાદ આરોપી જુનાગઢ અને સુરત પણ ગયો હતો જેની પોલીસે બરોડા હાઈવે પરથી પોલીસે ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સોનાના પેકેટો પૈકીનું એક પેકેટ મુથુટ ફાયનાન્સમાં ગીરવી મુક્યું હતું જેની બદલે પૈસા લીધા હતા.આરોપીઓએ ૧.૫૦ લાખ જેટલી રકમ ખર્ચ કરી દીધી હતી.મુખ્ય આરોપી અમીધર બારોટ ૧ મહિના અગાઉ જ મેનેજર તરીકે નોકરી લાગ્યો હતો.અને તેના મિત્ર દિલીપ રાઠોડના કહેવા પ્રમાણે તેને કાવતરું ઘડ્યું અને ચોરી કરી હતી.બનાવના દિવસે આરોપી મેનેજરે સીસીટીવી બંધ કરી દીધા હતા અને પોતાની સાથે મોટી બેગ લઈને આવ્યો હતો અને અન્ય સ્ટાફને બહારથી સીધો આવ્યો હોવાનું જણાવ્યું હતું.અરોપીમ્પાસે પણ તિજોરીની એક ચાવી રહેતી હતી જેની મદદથી તીજારોમાં રહેલા ઘરેણા અને રોકડ રકમ લઈને તે ફરાર થઈ ગયો હતો.

પોલીસ દ્વારા મુથુટ ફાયનાનસમાં આરોપીએ આપેલ સોનાનું પેકેટ કબજે કરવામાં આવશે સાથે જ આરોપીઓ જે જગ્યાએ ગયા હતા ત્યાં જઈને પણ તપાસ કરવામાં આવશે.પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ વિષે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બાઈટ- નીરજકુમાર બડ્ગુર્જર (ડીસીપી- ઝોન-૪)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.