અમદાવાદમાં આવેલ પ્રસિદ્ધ અને પ્રાચીન સરખેજ રોજામાં ખુબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઇ ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. વહેલી સવારે નવાની શરૂઆત કરવામાં આવી હતી. નવા પત્યા બાદ એકબીજાને ગળે મળી ઇદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ખુબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના પુરુષો દ્વારા અમદાવાદના સરખેજ રોજા ખાતે એકઠા થઈ ઇદની નમાજ પઢવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં સરખેજ રોજા ખાતે શહેરની સૌથી મોટી નમાઝ પઢવામાં આવી હતી. ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ પુરુષો જોડાયા હતા.
મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન મહિનાનો અંતિમ દિવસ ઈદ તરીકે મનાવવામાં આવે છે. આજે સૌએ મળીને એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવે છે, ત્યારે અમદાવાદના સરખેજ રોજામાં શહેરની સૌથી મોટી નમાજ કરવામાં આવી હતી.