સિવિલ હોસ્પિટલના બી.જે.મેડિકલ કેમ્પસથી રેલીની શરૂઆત થઈ હતી. જે સમગ્ર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરી હતી. આ રેલીમાં સિવિલનાં ડોકટર, નર્સ, બી.જે.મેડીકલના વિદ્યાર્થીઓ અને સાથે જ પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા.
300થી વધુ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી લોકોએ હાથમાં પોસ્ટર પણ રાખ્યા હતા જેમાં પોસ્ટરમાં વ્યસન મુક્તિ અને જાગૃતિ અંગેના મેસેજ હતા.ઉપરાંત પોલીસકર્મીઓ દ્વારા પેમફ્લેટ આપવામાં આવ્યા હતા જેમાં વ્યસન ના કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.