ETV Bharat / state

AMCનો હોટમિક્ષ પ્લાન્ટ હજુ કાગળ પર જ - Ahmedabad Corporation

અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation) દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હોટમિક્ષ પ્લાન બનાવવા માટે 1 હજાર કરોડ ફળવવામાં આવ્યા છે. પરંતુ તે રકમ હજુ કાગળ પર (Opposition demand to make hotmix) છે તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે રોડના કામો પણ પોતાના માનીતા કોન્ટ્રકટરને આપી દેવામાં આવે છે. તેવો પણ આક્ષેપ કરવામા આવ્યો છે.

Etv BharatAMCનો હોટમિક્ષ પ્લાન્ટ હજુ કાગળ પર જ

author img

By

Published : Nov 13, 2022, 3:25 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ રોડ તૂટી જવાની ઘટનાઓ સામે જેના પબ્લિક કોર્પોરેશન (Ahmedabad Corporation) દ્વારા તમામ રોડ દિવાળી સુધી પૂર્ણ કરી દેવાની તૈયારી પણ દર્શાવી હતી. પરંતુ તે તૈયારી માત્ર કાગળ ઉપર જ સાબિત થઈ છે. હજુ સુધી શહેરના અનેક રસ્તાઓ એવા છે કે, જ્યાં બિસ્માર હાલત જોવા મળી રહી છે. અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોટ મિક્સ પ્લાન બનાવવા માટે 1000 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ તે રકમ હજુ કાગળ ઉપર જ રહી છે. તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં (Opposition demand to make hotmix) આવ્યો છે.

AMCનો હોટમિક્ષ પ્લાન્ટ હજુ કાગળ પર જ
1 હજાર કરોડ ફળવવામા આવ્યા: અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, ''અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીના હોટમિક્ષ પ્લાન્ટ બનાવવાની જાહેરાત અંદાજપત્ર દર્શાવવામાં આવી હતી. જે માત્ર કાગળ પર રહી છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે 1 હજાર કરોડના રોડ રી સરફેસ કરવા અને નવા રોડ બનાવવા માટે બજેટ ફાળવવામાં આવે છે. બજેટમાં રોડની કામગીરી કરવામાં આવતી ફાળવણી પૈકીના મોટા ભાગના વચનો માત્ર બજેટના વચનો પુરતા જ સીમિત રહે છે. અમદાવાદ શહેરમાં ગત ચોમાસાની સીઝનમાં પડેલા ભારે વરસાદના પરીણામે ખરાબ થયેલા રસ્તાઓ 31 ઓકટોબર 2022 સુધીમાં રી સરફેસ કરવાની જાહેરાત પોકળ પુરવાર થવા પામી છે. ઉપરાંત 5 કરોડના ખર્ચે અદ્યતન હોટમીક્ષ પ્લાન્ટ બનાવવાની જાહેરાત પણ અંદાજપત્રમાં આપવામાં આવી હતી. જે માત્ર કાગળ પર રહેવા પામી છે.''હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા કોઈ તૈયારી નહીં: વધુમાં જણાવ્યું હતું કે, ''અમદાવાદના લોકોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને નામદાર હાઇકેાર્ટ દ્વારા શહેરના તમામ રસ્તાઓ તાકીદે રી સરફેસ કરવા મ્યુનિશિપલ અધિકારીઓને કડક આદેશ આપ્યો હતો. કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2022-23 ના બજેટમાં અમદાવાદ પૂર્વમાં 5 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજી સાથેનો હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા 5 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ડીસેમ્બર 2022 થી અમદાવાદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર આગામી નાણાકીય વર્ષ 2022-23 ના બજેટની તૈયારીમાં વ્યસ્ત બની જશે. તેમ છતાં આજદીન સુધી હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.હોટમિક્ષ બનાવવા વિપક્ષની માંગણી: અમદાવાદ શહે૨માં જુદી જુદી જગ્યાએ રોડ બનાવવની કામગીરી મોટા ભાગે કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી રહી છે. સત્તાધિશો તરફથી કરવામાં આવેલા દાવા મુજબ કોન્ટ્રાકટરો દ્વારા જે રોડ બનવાવામાં આવે છે. તેવા કિસ્સાઓ પૈકી અમુક કીસ્સાઓમાં રોડની ગુણવત્તાના પ્રશ્ન ઉપસ્થીત થતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઇને ભાજપના સત્તાધીશો દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળા હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા વર્ષ 2022-24 ના બજેટમાં 5 કરોડની જોગવાઇ કરાઇ હતી. જે હજુસુધી કાગળ ઉપર જોવા મળી છે. એકતરફ રોડના કામો માટે ભાજપના માનીતા કોન્ટ્રાકટરોના કરોડો રૂપીયાના રોડના કામોની લ્હાણી ક૨વામાં આવી રહી છે. બીજી તરફ રોડની કામગીરી માટે હોટમીક્ષ પ્લાન્ટ જેવી પાયગત સુવીધા પણ ઉભી કરવા માટે વહીવટી તંત્ર પાસે કામગીરી કરાવવામાં સત્તાધારી પક્ષ સદંતર નીષ્ફળ નીવડયો છે. આ અંગે તાકીદે હોટમીક્ષ પ્લાન્ટ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વિપક્ષ નેતા દ્વારા માગણી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.