ETV Bharat / state

AMC વીએસ હોસ્પિટલ અદાણી આપશે, વિપક્ષ નેતાનો આક્ષેપ

author img

By

Published : Sep 2, 2022, 8:19 PM IST

અમદાવાદ કોર્પોરેશન હસ્તક કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ વીએસ હોસ્પિટલ ધીમે ધીમે બંધ થવા જઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને પગલે અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા.AMC VS hospital will give Adani opposition leader alleges, VS Hospital Ahmedabad, Bharatiya Janata Party

AMC વીએસ હોસ્પિટલ અદાણી આપશે, વિપક્ષ નેતાનો આક્ષેપ
AMC વીએસ હોસ્પિટલ અદાણી આપશે, વિપક્ષ નેતાનો આક્ષેપ

અમદાવાદ શહેર કોર્પોરેશન દ્વારા 1600 જેટલા બેડ વિશાળ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ કેટલા સમયથી દર્દી સંખ્યા ઓછી પણ જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation)વિપક્ષ નેતા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમને સીધો આપક્ષે અદાણી પર સાધ્યો હતો. આવનાર સમય આ હોસ્પિટલ અદાણી સોંપી દેવામાં આવશે (AMC VS hospital will give Adani )તેવું લાગી રહ્યું છે.

વીએસ હોસ્પિટલ

ગરીબો આરોગ્ય સેવાથી વંચિત કોર્પોરેશન વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે (opposition leader alleges )જણાવ્યુ કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું સ્વપ્ન, અમદાવાદની ઓળખ સમાન, ગરીબોની જીવાદોરી અને વિશ્વ પ્રસિધ્ધ વીએસ હોસ્પિટલને બંધ કરવાનુ કાર્ય કરવામા આવી રહ્યું છે. જેને કારણે લાખો ગરીબોને મળતી આરોગ્યની સેવાથી વંચિત કરવામા આવી રહ્યા છે. કરોડોના ખર્ચે એસવીપી હોસ્પીટલ ઉભી કરવામા આવી હતી અને તેના વહીવટ માટે મેટની રચના કરવામા આવી છે.

માનીતા અધિકારીઓને મેટમાં ગોઠવવામાં આવ્યા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એનએચએલ મેડીકલ કોલેજને ખાનગી કરી મેડીકલની સીટોનો વેપાર કરવા આખી માયાજાળ ગોઠવવામા આવી છે. તેના માટે વીએસ હોસ્પીટલને બંધ કરી પોતાના માનીતા અને જાણીતા અધિકારીઓને મેટમા ગોઠવીને આ આખું ષડયંત્ર પાર પાડવામા આવ્યુ છે. એનએચએલ કોલેજની મેડીકલની સીટોના વેપારની ગોઠવણ કર્યા બાદ હવે કરોડોના ખર્ચે બનાવવામા આવેલી આખે આખી એસવીપી હોસ્પીટલ પોતાના માનીતા અદાણીને પધરાવી દેવાનુ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવી આશંકા દેખાઇ રહી છે.

આ પણ વાંચો અમદાવાદમાં જો કૂતરું કરડ્યું તો હાલત કફોડી, શહેરમાં હડકવાની રસીની છેે અછત

સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ અદાણીમાં નોકરી મેટમા એસવીપીને સંલગ્ન સારી કામગીરી નિભાવતા અનુભવી કર્મચારીઓને હાલ પુરતુ પ્રલોભન આપી તેઓને સ્વૈચ્છિક નિવૃતિ લેવાની ગોઠવણ ક૨વામા આવી છે. મેટમા ઇન્ચાર્જ ડે.ડાયરેક્ટર તથા ઓએસડીના વધારાના ચાર્જ સાથે ફરજ નિભાવતા અધિકારી આશિષ આર.રાજા કે જેઓની નિવૃતિ ની તા 31.08.2028 હોવા છતા હાલમા તેઓની સ્વૈચ્છિક નિવૃતિની કાર્યવાહી પૂર્ણ કરવામા આવી છે. મળતી માહિતી મુજબ આશીષ આર.રાજા એ હાલ મા અદાણી ખાતે નોકરી સ્વીકારેલ છે. આ ગોઠવણના ભાગ સ્વરૂપે જ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારેલ છે જે દશાવે છે કે કોઇ સુનિયોજીત યોજનાનુ આયોજન કરવામા આવ્યુ છે.

આ પણ વાંચો વી.એસ.હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવાના ટેન્ડર પર સ્ટે આપવા હાઇકોર્ટમાં અરજી, શું કહ્યું કોર્ટે?

જન આંદોલન કરવાની ચીમકી વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલના સમયમા ભાજપ સ૨કારની નિતી રહી છે કે પ્રજાના ટેક્ષના કરોડોના ખર્ચે કોઇપણ વ્યવસ્થા ઉભી કરવી જેમ કે મલ્ટીલેવલ પાર્કીંગ, જીમ્નેશીયમ, ટેનીસ કોર્ટ, સ્વીમીંગપુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ત્યારબાદ મેનેજમેન્ટના કરી શકવાનુ બહાનુ કાઢી પોતાના માનીતા લોકોને PPP ધોરણે આપી કરોડોની કમાણી કરવાની ગોઠવણ ઉભી કરવામા આવે છે. પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવી જ ગોઠવણમાં એક કદમ આગળ વધતા આખેઆખી એસવીપી હોસ્પીટલને પોતાના માનીતા અદાણીને પધરાવી દેવાની આશંકા દેખાઇ રહી છે. જો આવનારા સમયમા આ પ્રકારનુ કોઇપણ પગલુ ભરવામા આવશે અને એસવીપી હોસ્પીટલ અદાણીને આપવાનુ કાવત્રુ ક૨વામા આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આખા અમદાવાદ શહેરમાં જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.