અમદાવાદ રસ્તા પર રખડતા ઢોરનો મુદ્દો(Stray cattle ) હજુ પણ યથાવત છે. આજે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ(Ahmedabad Municipal Corporation) જે ટેકન એક્શન પ્લાન અને સોગંદનામુ કોર્ટમાં (High Court the issue of stray cattle )રજૂ કર્યું છે. એમાં AMCએ સ્પષ્ટ કર્યું છે કે, અમદાવાદ શહેરના જે પણ 48 વોર્ડની અંદર રખડતા ઢોરનો ત્રાસ હોય,એવી 380 જેટલી જગ્યાની ઓળખ કરવામાં આવી છે.
રખડતા ઢોરને લઈને એકશન પ્લાન રજૂ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ઘાસ વેચાતું હોય તેવી 369 જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. આ સાથે જ સતત 24 કલાક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે એવો પણ એએમસી દ્વારા (Gujarat High Court)દાવો કરવામાં આવ્યો છે. રખડતા ઢોરને લઈને જે એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. એમાં અમદાવાદમાં બાગ, બગીચા મંદિરો બહાર પણ જે ગેર કાયદેસર રીતે ઘાસ વેચાય છે તે તમામ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
હાઇકોર્ટે AMCને ટકોર કરી આ સમગ્ર મામલે પશુપાલકો હશે તેમની સામે પણ ગેરકાયદેસર રીતે ખુલ્લામાં રખડતા ઢોર મૂકી દેશે અથવા તો કોઈ પણ સંબંધિત અધિકારીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ AMC દ્વારા સોગાંદનમાં કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે બીજી બાજુ 13 સપ્ટેમ્બર સુધી આવી જ રીતના સતત કાર્યવાહી કરવામાં આવે એવી પણ હાઇકોર્ટે AMCને ટકોર કરી છે.
13 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી કરવા આદેશ મહત્વનું છે કે રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટ એમ ખૂબ જ કડક વલણ દાખવ્યું હતું. હાઇકોર્ટના સૂચન બાદ ગુજરાત સરકાર અને AMC તરત જ આ મુદ્દે એક્શન લીધા હતા અને ટૂંક જ સમયમાં રખડતા ઢોરને લઈને કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ રસ્તા પર રખડતા ઢોરના લીધે અકસ્માત અને મૃત્યુના બનાવો સતત બની રહ્યા છે.આ તમામ મુદ્દા અને વિગતોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આવી રીતે જ 13 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી કરવાનો એએમસીને મૌખિક આદેશ આપ્યો છે.