શહેરમાં આડેધડ પાર્કિંગથી ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે. પાર્કિંગની જગ્યા ન હોવાથી ગ્રાહકો રોડ પર વાહન પાર્ક કરતા હતા જેથી એસ્ટેટ વિભાગની ટીમે નવરંગપુરા, નહેરૂનગર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઓફિસને 10 દિવસની નોટિસ આપી સીલ કર્યા છે. AMCએ કભી-બી, ગાંઠીયા રથ, પ્લાનેટ વુમન ફાર્મસી અને સુઝુકીનો શો-રૂમ સહિત કુલ 16 એકમ સીલ કર્યા છે. જેમાં માલિકો 10 દિવસમાં ડોક્યુમેન્ટ જમા કરાવશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે.
![AMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4225463_amb.jpg)
![AMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4225463_amd.png)