- વેક્સિનેશનને લઈને AMC ની તૈયારીઓ પૂરજોશમાં
- વેક્સિનેશન માટે ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો સાથે યોજાઇ બેઠક
- 1 લાખથી પણ વધુ લોકોનો વેક્સિનેશન માટે નો ડેટા તૈયાર કરવામાં આવ્યો
અમદાવાદઃ સરકાર દ્વારા આપવામા આવેલા ગાઈડલાઈન પ્રમાણે કોરોનાનું રસીકરણ કરવામાં આવશે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ રસીકરણના મહાઅભિયાન માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમા અમદાવાદમાં 1 લાખથી પણ વધુ લોકોનો વેક્સિનેશન માટે નો ડેટા તૈયાર કરવામાં આવશે.
કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ
કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના ડૉક્ટરો સાથેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર વેક્સિનેશન કયા પ્રમાણે આપવામાં આવશે અને કઈ રીતે દર્દીનું ઓબ્ઝર્વેશન થશે તે માટેના તમામ માર્ગદર્શ પુરૂ પાડવામાં આવ્યું હતું.
1 લાખથી વધુ લોકોનું કરવામાં આવ્યો ડેટા તૈયાર
મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ 55 હજારથી વધુ હેલ્થ વર્કરોને data પહેલી વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે 1 હજારથી વધુ ડેટા ફ્રન્ટલાઈન વોરિયર્સો માટે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.
વેક્સિનેશન બાદ આડઅસર માટે આપવામાં આવ્યું માર્ગદર્શન
મહત્વનું છે કે, કોવિડ 19ની વેક્સિન જાન્યુઆરીના બીજા સપ્તાહથી આપવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, ત્યારે વેક્સિન આપ્યા બાદ કોઈપણ વ્યક્તિને આ અસર થાય તો તે અંગે કયા પ્રકારની તકેદારી રાખવી તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અત્યાર સુધી વેક્સિન માટે શહેરમાં કુલ 6 લાખથી વધુ લોકોનો ડેટા તૈયાર કરવામા આવ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પણ વેક્સિનેશન માટેના પ્રોપર સેન્ટ્રો તૈયાર કરવામાં આવશે અને ત્યાર બાદ અમદાવાદના તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે.