અમદાવાદ: કોરોના મહામારીને કારણે કોર્પોરેશને શહેરની 50 ખાનગી હોસ્પિટલ સાથે MOU કર્યા હતા. જેમાં રાજસ્થાન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ કરાર હેઠળ હોસ્પિટલે 50 ટકા બેડ અનામત રાખવાના હોય છે. જેમા કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતા દર્દીઓની સારવાર કરવાની હોય છે.
શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલી સિંધુ હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોરોના વાઇરસની સારવાર માટે દાખલ થયેલા દર્દી પાસેથી ગાઇડલાઇન કરતા વધુ ચાર્જ લીધો હતો. આ મામલે દર્દીના પુત્રીએ ફરિયાદ કરી હતી. ત્યારે મહાનગરપાલિકાએ આ બાબતની તપાસ કરી હતી. જેમાં વધુ ચાર્જ વસૂલ્યો હોવાની વાત પુરવાર થતા કોર્પોરેશને પોલીસ ફરિયાદ કરવા તેમજ સખત કાર્યવાહી કરી નોટિસ ફટકારી છે.