અમદાવાદ: દર વર્ષે 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવાય છે. અમદાવાદ શહેરમાં વરસાદની સિઝન વચ્ચે કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રોગચાળાનો ભય ટાળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભારે વરસાદ બાદ રસ્તા પર ભરાઇ રહેલા પાણીને કારણે ગંદકી ફેલાય છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો માથુ ઉચકતા હોય છે. જેને લઇને AMC દ્વારા સતર્કતા દાખવવામાં આવતા હેલ્થ વિભાગે શહેરના કોમર્શિયલ એકમો, સરકારી-અર્ધ સરકારી ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરોના બ્રીડિંગની તપાસ કરી હતી.
મ્યુનિ. દ્વારા કુલ 366 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 193 એકમોમાં બ્રીડિંગ મળી આવતા તેમને નોટિસ ફટકારી રૂ. 3.83 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
AMC હેલ્થ વિભાગે દાવો કર્યો છે કે ગત વર્ષની તુલનામાં મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 557 કેસ હતા જે આ વર્ષે 203 છે. ચિકનગુનિયાના 59 હતા જે અત્યાર સુધીમાં 57 નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 2820 હતા જે આ અત્યાર સુધી માત્ર 254 નોંધાયા છે.
અમદાવાદના 366 એકમોમાં મચ્છરોના બ્રીડિંગ, AMCએ 3.83 લાખનો દંડ ફટકાર્યો
દર વર્ષે 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા શહેરના કોમર્શિયલ એકમો, સરકારી-અર્ધ સરકારી ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરોના બ્રીડિંગની તપાસ કરવામાં આવી હતી. કુલ 366 એકમો પૈકી 193 એકમોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા AMCએ તેમને નોટિસ ફટકારી હતી અને 3.83 લાખનો દંડ વસૂલ કર્યો હતો.