અમદાવાદ: 108 એમ્બ્યુલન્સએ એની ટાઇમ એની ડે લોકોની મદદ માટે તૈયાર હોય છે. ત્યારે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે લોકોને વહેલામાં વહેલી તકે સારવાર મળે. જેને લઇને હવે ગુજરાતીઓને 108માં વધુ એક સુવિધા મળશે. 108 એમ્બ્યુલન્સના 'લાઇફ સેવિંગ મિશન' મા વધુ એક પીછું ઉમેરાયું છે. 800 થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કરવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાનએ 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની ખાસ વાત એ છે કે આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો તહેવારોમાં પણ ઈમરજન્સી સેવા માટે 108 તૈયાર, વડોદરામાં બેકઅપ સાથે 43 વાહનો ખડેપગે
એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ: રાજ્યમાં પથરાયેલા 800 થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે.આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે--આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
108 મોબાઈલ એપ્લીકેશનની વિશેષતાઓ: સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં 108 ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. 108 ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios 108 સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવી છે. 108 સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકાય છે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળની લેટ-લોંગ સહીત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.
આ પણ વાંચો હાઈવે ઉપર 108ની ટીમે મહિલાની પ્રસુતિ કરાવી, માતાનો પણ જીવ બચાવ્યો
મોબાઈલ એપ થકી: કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે. ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે. દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે. 108 સીટીઝન મોબાઈલ એપમાં 7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે. જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.
રસ્તો આપ મેળે મળી જશે: રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે. ઘટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે. જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઇ શકશે.
એપનાં માધ્યમથી રેટિંગ: 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. 108 સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે. તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે. 108 મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.