ETV Bharat / state

Ambaji Temple Controversy: અંબાજી મંદિરમાં કોણ કરશે પૂજા? હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્ણય લેવા કર્યો આદેશ

ગુજરાત હાઇકોર્ટે અંબાજી મંદિરમાં પૂજાના વિવાદ મામલે સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે અંબાજી માતાના મંદિરે પૂજા બાબતે રાજ્ય સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 15, 2023, 12:00 PM IST

અમદાવાદ : અંબાજી મંદિરમાં વારસાગત પૂજાના હકનો સમગ્ર વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. તે મુદ્દે ગઈકાલે વધુ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજી માતા મંદિરના પરંપરાગત પૂજારીનું અવસાન થતા વારસામાં પૂજા કરવાના મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે ગઈકાલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે.

રાજ્ય સરકારને આદેશ : સમગ્ર મામલે કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, પૂજા કરવાના નિર્ણય બાબતે રાજ્ય સરકાર એક માર્ચ સુધીમાં અંતિમ નિર્ણય લઈ લે. મહત્વનું છે કે અંબાજી માતાના પરંપરાગત પૂજા કરવાનો આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, ત્યારે હવે કોર્ટે અંતે અંતિમ નિર્ણય લઈ લેવા માટે રાજ્ય સરકારને દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગત સુનાવણીમાં હાઇકોર્ટે જ્યાં સુધી ગુપ્ત પૂજાના વિવાદનો અંત ના આવે ત્યાં સુધી વારસાગત પૂજા અટકાવી શકાશે નહીં. તેવી પણ ટકોર કરી હતી અને હાઇકોર્ટે આ મામલે કલેકટર પરંપરાગત પૂજારી પરિવાર અને સરકારને નોટિસ પાઠવી હતી.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્ણય લેવા કર્યો હુકમ

શું હતો સમગ્ર મામલો? : અંબાજીમાં માતાના મંદિરમાં ગુપ્ત પૂજા કરવાની લઈને વિવાદ સર્જાયો હતો. માતાજીની પૂજા કરતા ભટ્ટના પરિવારના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખવડાવ્યા હતા. તેમના ભત્રીજાઓએ પણ ગુપ્ત પૂજા સામે વાંધો ઉઠાવ્યો હતો. કાકા ભત્રીજાઓ વચ્ચે ગુપ્ત પૂજાનો વિવાદ સુધી પહોંચતા હાઇકોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો.

બીજા પુત્રએ હક જાળવવા કરી અરજી : સરકારે અંબાજી મંદિરના પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ માતાજીની સેવા પૂજાનો અધિકાર કાંતિલાલ ઠાકરને આપ્યો હતો. કાંતિલાલ ઠાકોરનું 1984માં અવસાન થયું હતું. કાંતિલાલ ઠાકોરને બે પુત્ર હતા. મહેન્દ્ર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર. જોકે કાંતિલાલના અવસાન બાદ કાંતિલાલના વિલ મુજબ સરકારે તેમના મોટા પુત્ર મહેન્દ્ર ઠાકરને મંદિરની સેવાનું વહીવટ સોપ્યો હતો. પરંતુ થોડા સમય પહેલા મહેન્દ્રકુમારનું પણ અવસાન થતાં તેમના બે પુત્રો મંદિરમાં પૂજારી તરીકેનું વહીવટ મેળવવા માટે સરકારમાં અરજી કરી હતી. તો બીજી બાજુ બીજા પુત્ર તરીકે દેવીપ્રસાદે પણ પૂજાના હક જાળવી રાખવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો : Jamia Violence Case: દિલ્હી પોલીસની અરજી પર શરજીલ ઈમામ સહિત 11ને હાઈકોર્ટની નોટિસ

પૂજાના હકનો વિરોધ : ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2022 સુધીમાં મહેન્દ્રકુમાર અને દેવીપ્રસાદ રોટેશનના આધારે અન્ય પૂજારીઓના દીકરાઓ સાથે મળીને પૂજા કરતા હતા. વહીવટ વિભાગની પુજારીઓની યાદીમાં મહેન્દ્રકુમારનું નામ હતું, પરંતુ દેવીપ્રસાદ પણ તેમની સાથે પૂજામાં જતા હતા. જોકે ઓગસ્ટ મહિનામાં મહેન્દ્રકુમારનું અવસાન થતા તેમના બે દીકરાઓએ પોતાના વારસાગત અધિકારને પ્રસ્થાપિત કરવા માટે દાવો કર્યો હતો. ગર્ભગૃહમાં દેવીપ્રસાદના પ્રવેશ અને પૂજાના હકનો વિરોધ કર્યો હતો. તેથી આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતા મંદિરમાં પૂજા મામલે વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો : Gujarat High Court : ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્નીની પોલીસ રક્ષણ અરજી હાઇકોર્ટે ફગાવી

હાઇકોર્ટનો સરકારનો હુકમ : આ સમગ્ર મામલે હવે સમયના લાંબા વિવાદ બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને શક્તિપીઠ અંબાજી મંદિરના ગુપ્ત પૂજા માટે અંતિમ નિર્ણય લઈ લેવા માટે આદેશ કરી દીધો છે. રાજ્ય સરકારે એક માર્ચ સુધીમાં મંદિરના પૂજા બાબતે નિર્ણય કરી લેવાનો રહેશે એવો હાઇકોર્ટ હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.