અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુઓ માટે આસ્થાનું સ્થાન છે. કાશ્મીરમાં આંતકી હુમલાની શંકા અને સેનાના સર્ચ ઓપરેશન કર્યા બાદ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા રદ થવાને કારણે ઘણા શ્રદ્ઘાળુઓ નિરાશ થયા હતા. તદ ઉપરાંત અચાનક યાત્રા રદ થવાને કારણે યાત્રિકો ફસાયા હતા. તેમજ વાહન વ્યવહારમાં પણ મુશ્કેલીઓ ઉભી થઇ હતી. સરકારે અમરનાથ યાત્રામાં ફસાયેલા યાત્રિકોને સલામત લાવવાની કામગીરી શરુ કરી દીધી છે.
જે યાત્રિકો અમરનાથ યાત્રામાં ટુર્સ અને ટ્રાવેલ્સ દ્વારા ગયા હતા તેમને પણ તેમના ઓપરેટરો દ્વારા પરત લાવવાની કામગીરી શરુ કરી દીધી છે. યાત્રામાં યાત્રિકોની સમસ્યા વધુ હોવાના કારણે પરત લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનની સગવડ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યાત્રિકોને મુશ્કેલીઓના પડે તે માટે રહેવા, જમવાની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં 400 જેટલા ગુજરાતીઓએ પણ અમરનાથ યાત્રા માટે બુકિંગ કરાવ્યું હતું. જે સરકાર દ્વારા યાત્રા રદ થતા બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા હતા. તેમજ અધવચ્ચે ફસાયેલા યાત્રિકોને પણ પરત લાવી દેવામાં આવ્યા હતા.