- સોસાયટીની સફાઈ માટે તંત્રની કામગીરી
- 4.64 કરોડની બજેટમાં જોગવાઈ
- સોસાયટી દીઠ 250થી 3,000 પ્રતિમાસ ચૂકવવાની યોજના
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ દરમિયાન 4.63 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જોકે કઈ સોસાયટીને કેટલી રકમ આવે તે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા સોમવારના રોજ રજૂ કરેલા સુધારા પછી ચોરસ મીટર સુધીના રસ્તાઓ અને કોમન પ્લોટની સફાઈ માટે સોસાયટી દીઠ રૂપિયા 250 થી 3000ની રકમ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે તે માટેનો ચોક્કસ નિયમો અને યોજના અંગેની જાણકારી આગામી દિવસોમાં સ્પષ્ટ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટની જોગવાઇ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટની જોગવાઇ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી ઝીરોથી 100 મીટર સુધી રહેણાંકની સોસાયટી ફ્લેટ કે, જ્યાં કોમન પ્લોટ અને રસ્તાઓ આગળ સફાઈ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિમાસ 250થી રૂપિયા 3,000 જેટલી રકમની ચૂકવણી કરશે. અંદાજીત 1,000 ચોરસ મીટર સુધીની જગ્યા સાફ કરવા માટે આ રકમ ચૂકવવામાં આવશે જોકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ દરમિયાન 4.64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ ગ્રંથની સોસાયટીમાં ચૂકવવાની રકમની સોસાયટીમાં બેંક એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરાશે. 2 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ તમામ રેસિડેન્ટ દીઠ પ્રતિ વર્ષ 365નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો. તે બે વર્ષ દરમિયાન 86 કરોડની રકમની વસૂલાત કરવામાં આવી હતી, ત્યારે હવે કોર્પોરેશનના બજેટમાંથી 4.64 કરોડની રકમ સુધારા સાથે ચૂકવવામાં આવ્યા છે.