રાજકોટઃ અરજદાર પલાભાઇ આંબલીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ જિલ્લાના DCP જયદીપસિંહ સરવૈયા અને રાજકોટ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતા પી.આઈ હિતેશ ગઢવીએ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે જો ફરીવાર રાજકોટમાં દેખાશે તો નકલી એન્કાઉન્ટરમાં મારી નાખીશું તેવો આક્ષેપ કરાયો છે.
અરજદારના વકીલે આનંદ યાજ્ઞિક હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં ડી.કે. બસુના જજમેન્ટ પ્રમાણે અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે પલાભાઈ આંબલિયાએ પીએમ કેર ફંડમાં પૈસાને બદલે કૃષિ ઉત્પાદક મોકલ્યા જેનાથી ભૂખ્યા લોકોના પેટ ભરી શકાય. આ બાબત યોગ્ય ન જતા તેમની સાથે આવું કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.